સિહોર સાથે જિલ્લામાં કોરોનાના કેસ ઘટતા હોવાના તંત્રના દાવાના કારણે લોકોમાંથી ડર જતો રહ્યો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ૮૦ ટકા લોકોએ માસ્ક નહોતુ પહેર્યુ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના અનેક વિસ્તારોમાં રવિવારે સાંજે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. કોરોનાએ જાણે જિલ્લામાં વિદાય લઇ લીધી હોય તેમ હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે રવિવારની સાંજ માણવા માટે નીકળી પડયા હતા. બજારોમાં ભીડ જોવા મળી હતી તો મોડી સાંજે રેસ્ટોરન્ટ હાઉસફુલ જોવા મળ્યા હતા.છેલ્લા ૬ મહિના કરતા વધુ સમયથી કોરોનાના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા હતા જેના કારણે બજારોમાં પણ મંદીનો માહોલ હતો. લોક ડાઉનના સમયગાળા બાદ સરકારે ધીમે ધીમે રાહત આપવાની શરૂ કરી હતી.

અનલોક-૪મા રેસ્ટોરન્ટ અને અનલોક-૫માં મલ્ટીપ્લેક્સને ખોલવાની મંજૂરી મળી ગઇ છે. બીજી તરફ જિલ્લામાં છેલ્લા દિવસોથી કોરોનાના કેસ અને કોરોનાથી થતા મૃત્યુમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાનેા તંત્ર દાવો કરી રહ્યુ છે જેના કારણે લોકો એવુ માનતા થયા છે કે કોરોનાએ સિહોર સાથે જિલ્લામાંથી વિદાય લીધી છે.લોકોની આ માનસિક્તાના કારણે છ મહિનાના સમયગાળા બાદ ગઈકાલે ખાળીપીણી બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.

સાંજ પડતા જ રેસ્ટોરન્ટ ભરચક થવાના શરૂ થયા હતા રાત સુધીમાં તો રેસ્ટોરન્ટમાં વેઇટિંગ લિસ્ટ તૈયાર થઇ ગયા હતા અને ફુટપાથો પર પાર્કિંગની જગ્યા ના મળે તેવા દ્રશ્યો  જોવા મળ્ય હતા.ગઇકાલની ઘરાકીથી વેપારીઓમા અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ખુશી જોવા મળી હતી. બજારોમાં રોનક આવી તે સારી વાત છે પરંતુ આ ખતરનાક સાબીત થઇ શકે તેમ છે કેમ કે લોકો બેખોફ બનીને બજારોમાં ફરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતુ નથી તો બીજી તરફ ૮૦ ટકા લોકો માસ્ક પહેરતા નથી. જો આવો માહોલ રહ્યો તો જિલ્લામાં કોરોનાની બીજા ખતરનાક લહેર બહુ જલ્દીથી આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here