રાજવી પરિવારે પરંપરાગત ધ્વજા પૂજન કર્યું, ૧૨૫ વર્ષથી રાજવી પરિવાર ની ધ્વજા ભાદરવી અમાસે અહીં ચડે છે, રાજપરાના સરવૈયા પરિવારને રાજવી પરિવારની આ ધ્વજા ચડાવવા ની મળી મંજૂરી.

કોરોના મહામારી ને ધ્યાને રાખી માત્ર ધ્વજા ની આપી મંજૂરી, પારંપરિક મેળા ની મંજૂરી તંત્ર દ્વારા ન અપાય, લોકોને દર્શન માટે પણ જવાની મંજૂરી નથી.

મિલન કુવાડિયા
આવતીકાલે ભાદરવી અમાસના દિને કોળીયાકના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત યોજાતા મેળામાં ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજન થયેલ ધ્વજા સરવૈયા પરિવારદ્વારા ચડાવીને નિષ્કલંક મહાદેવના દર્શનનો પ્રારંભ કરવામાં આવે છે. જો કે આ વર્ષે કોરોના મહામારી ના કારણે મેળો યોજવાનો નથી પરંતુ તંત્ર દ્વારા ધજા ચડવાની મંજૂરી અપાતા આજે રાજવી પરિવારના હસ્તે ધજા પૂજન કરાયું હતું. ભાવનગરથી ૩૦ કિમી દુર આવેલ કોળીયાકના દરિયાકિનારે સમુદ્રમાં આવેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે એટલેકે ભાદરવી અમાસના દિવસે પરંપરાગત મેળો યોજાતો હોય છે અને નિષ્કલંક મહાદેવના દર્શન માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

પરંતુ આ વર્ષે કોરોના મહામરીના કારણે મેળો યોજાવાનો નથી, અને લોકોને દર્શન માટે જવાની અનુમતિ પણ નથી, પરંતુ દર વર્ષે ભાવનગર રાજવી પરિવાર દ્વારા પૂજન વિધિ કરાયેલ વિશાળ ધ્વજા પાલીતાણા તાલુકાના ગંગાસતીના રાજપરા ગામનાના સરવૈયા પરિવાર દ્વારા પરંપરાગત રીતે ચડાવવામાં આવે છે જે પરંપરા જળવાઈ રહે તે માટે તંત્ર પાસે મંજૂરી માગતા માત્ર છ લોકોને ધજા ચડાવવા માટેની મંજૂરી અપાઈ છે. તંત્ર ની મંજૂરી ને લઈને પરંપરા જળવાઈ રહે તે માટે આજે ધજા પૂજન કરવામાં અવયહ હતું, દર વર્ષની માફક સરવૈયા પરિવાર દ્વારા ધજાને આજે નિલમબાગ પેલેસ ખાતે લાવવામાં આવી હતી.

ત્યાં ભાવનગર રાજવી પરિવારના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરવામાં આવી હતી. રાજગોરના મુખેથી ઉચ્ચારાયેલ શાસ્ત્રોક્ત-વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિશાળ ધ્વજાની પૂજા અર્ચના મહારાજાના હસ્તે કરવામાં આવી હતી. આજે ધ્વજાનું પૂજન કર્યા બાદ આ વિશાળ ધ્વજા ને તંત્ર દ્વારા મળેલ મંજૂરી મુજબ માત્ર છ લોકો જઇ અને નિષ્કલંક મહાદેવને ધજા ચડાવી પૂજન કરશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here