ભાવનગર જિલ્લામાં ભરાયેલા સ્વરોજગાર લોનમાં તંત્રના ઠાગા-ઠયા સામે સિહોરના યુવાને કરી RTI

દેવરાજ બુધેલીયા
ભાવનગર જિલ્લામાં ઓગષ્ટ મહિનામાં સ્વરોજગાર લક્ષી લોનના ફોર્મ તમામ ડોક્યુમેન્ટ સાથે લાભાર્થીઓ દ્વારા જમા કરાવ્યામાં આવ્યા હતા. છતાં આજે એ વાતને છ છ મહિના વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની ફાળવણી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા કરવામાં આવતા વિલંબ ને લઈને જરૂરિયાત લાભાર્થીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સિહોરના એક જાગૃત યુવા નાગરિક હાર્દિક દોમડિયા દ્વારા રાઈટ ટુ ઇન્ફોર્મેશન મુજબ લોનમાં થતા વિલંબ ને લઈને સરકાર શ્રીમાં યોગ્ય પ્રતિઉતર માટે અરજી દાખલ કરી છે.

જેમાં ઓગષ્ટ મહિનામાં ફોર્મ ભરાયેલા સ્વરોજગાર લોન માટે ભાવનગર જિલ્લાના લાભાર્થીઓ માટે કેટલી ગ્રાન્ટ ની રકમ ફાળવવા આવી છે ? કેટલા જિલ્લાઓ માં લોન ફળવાઈ ગઈ છે અને હવે કેટલા જિલ્લાઓ બાકી રાખવામાં આવ્યા છે ? અન્ય જિલ્લામાં જો લોન ફાળવાઈ ગઈ હોય તો ભાવનગર જિલ્લા માટે ક્યાં કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો છે અને લોન ક્યારે ફાળવવા માં આવશે તેની માહિતી માટે અરજી દાખલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here