ભાવનગરમાં સરદાર પટેલની જન્મજયંતી નિમિતે કોંગ્રેસ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ..

સ્વચ્છતા અભિયાનનું ગાબડું દેખાડવા કોંગ્રેસનો ચોકીત કરતો કાર્યક્રમ


સલીમ બરફવાળા
માત્ર ને માત્ર પોતાના મત માટે દેશના પૂજનીય અને દેશ માટે જીવન સમર્પિત કરનારા સરદાર ને યાદ કરવાવાળા સિહોર કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો પેટાચૂંટણી ના પ્રચારમાં વ્યસ્તતા માં સરદારની જન્મજયંતી ભૂલી જતા શરમજનક ઘટના બની હતી. સરદાર પટેલના નામે ઘણીવાર હોબળાઓ પણ કર્યા હશે અને પ્રજાને ભોળવવા માટે પણ વાતો કરી હશે પણ આજના દિવસે એવી તે કેવી વ્યસ્તતા કે દેશના સરદાર જ ભુલાઈ જાય. જ્યારે બીજી તરફ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે દેશના લોખંડી પુરુષ અને વિરાટ વ્યવક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતી છે.

ભાવનગર કોંગ્રેસ દ્વારા જન્મજયંતી નિમિતે શહેરના સરદાર બાગ ખાતે સરદાર પ્રતિમાને પુષ્પગુછ વડે શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ ઇન્દિરા ગાંધીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાવનગર શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. અહીં કોંગ્રેસ દ્વારા અચાનક જ એક આશ્ચર્ય પહોંચાડે તેવો કાર્યક્રમ આપતા અધિકારીઓ ને દોડી આવું પડ્યું હતું. અહીં સરદાર પટેલ જન્મજયંતી ના દિવસે જ સ્વચ્છતા અભિયાનના પડેલા ગાબડાં બહાર આવ્યા હતાં.

સરદાર પટેલની પ્રતિમાની સો મીટરની નજીકમાં જ કચરાઓના ઢગલા જોવા મળતા કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા કચરાના ઢગલા માથે જ બેસી જઈને આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ આપ્યો હતો. અહીં સાથે કાર્યકરો પણ કચરામાં બેસીને વિરોધ કાર્યક્રમ આપતા સોલિડ વેસ્ટના અધિકારીઓ આવી પહોંચ્યા હતા જ્યાં એમની સાથે ઘર્ષણ થતા અધિકારી દોડી આવ્યા હતા અને ભોંઠા પડતા કચરો ઉપાડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here