સ્ટોક હોવા છતાં કૃત્રિમ અછત સર્જી વધુ પૈસાની થાય છે વસુલાત, બંધાણીઓના છેક ભાવનગર થી સિહોર સુધીના ધક્કા

બ્રિજેશ ગૌસ્વામી
શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ ફરીથી માવા, ગુટકા, તમાકુ, સિગારેટ વગેરે ટોબેકો વસ્તુની કાળા બજારી શરૂ થઇ છે. ટોબેકો અને ગલ્લાવાળાઓએ બંધાણીઓને લૂંટવાનું શરૂ કર્યું છે. શહેરમાં ગુટકા, સોપારી, તમાકુ, ચુનો, સિગારેટની આવક શરૂ હોવા છતાં નફાખોર ટોબેકો સંચાલકોએ સંગ્રહખોરી શરૂ કરી દીધો છે. તેમણે દરેક વસ્તુમાં ભાવ વધારી દેતા ગલ્લાવાળા ગ્રાહકો પાસે વધુ પૈસા વસૂલી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર લોકડાઉનની જાહેરાત કરે તો ભાવોમાં હજી વધારો થવાની સંભાવના છે.

શહેરમાં કોરોનાએ ફરીથી કેર મચાવ્યો છે ફરીથી માવા, ગુટકા, તમાકુ અને સિગારેટની કાળા બજારી શરૂ થઇ છે. ટોબેકો અને ગલ્લાવાળા લેભાગુ તત્વોએ બંધાણીઓને લુંટવાનું શરૂ કરી દીધું છે સ્વૈચ્છિક લોકડાઉન હોવાથી શહેરમાં ટોબેકોમાં માલ આવે છે. તેમની પાસે પુરતો સ્ટોક હોવા છતાં કૃત્રિમ અછત સર્જીને વધુ પૈસા વસુલ કરે છે. વિમલ ગુટકા, આરએમડી, તાનસેન, રજનીગંધા સહિતના ભાવો વધ્યા છે બંધાણી લોકો છેક ભાવનગર થી સિહોર સુધી આવી ચીજવસ્તુઓ ખરીદે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here