કિચન ગાર્ડન થકી સરકારી શાળાઓ બનશે પોષણક્ષમ, પોષણયુક્ત શાકભાજી શાળામાં જ વાવી બાળકોને મધ્યાહન ભોજનમાં આપવાનો નવતર પ્રયોગ

મિલન કુવાડિયા
દરેક બાળક અને માતા કુપોષણ મુક્ત બને તે માટે રાજય સરકારે અનેક પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પોષણ અભિયાન, ટેક હોમ રાશન, કિચન ગાર્ડન સહિતની યોજનાઓ થકી આજે સુપોષિત સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈ બાળક તથા માતાનું પોષણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સુપેરે નિભાવી રહી છે.ત્યારે સિહોર સાથે જિલ્લાન ૬૦૦ સરકારી શાળાઓમાં કિચન ગાર્ડન નિર્માણ કરવાનું તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં રીંગણ, ટમેટા, દુધી, ધાણા, મરચાં, સરગવો વગેરે જેવી પોષણયુક્ત શાકભાજી તથા જાબું, જામફળ, સીતાફળ વગેરેનું વાવેતર કરવામાં આવશે અને કિચન ગાર્ડન થકી ઉત્પાદિત થયેલ આ શાકભાજી તથા ફળોને વિદ્યાર્થીઓને નિયમિત અપાતા મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાશે.ડેપ્યુટી કલેકટર શ્રી ભાર્ગવ ડાંગરના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલ કિચન ગાર્ડનમાં આજે વિશાલભાઈ ધામેલીયા તથા ઘનશ્યામભાઈ ગોરસીયાએ ભાવનગર ગ્રામ્ય તથા ઘોઘા તાલુકાની ૧૦૦ શાળાઓમાં વિવિધ શાકભાજીના બીજનું અનુદાન કરી પોતાનો યથાયોગ્ય સહયોગ અર્પણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here