પેટા ચૂંટણીના પડઘમ વાગતા જ યુવા પ્રમુખના પ્રવાસો શરૂ-ત્રીજા મજબૂત પક્ષના એંધાણ


સલીમ બરાફવાળા
રાજ્યમાં આમ આદમી પાર્ટીની કમાન યુવા અને બાહોશ ગોપાલ ઈટાલીયાના હાથમાં સોંપ્યા બાદ રાજ્યમાં એક આમ આદમી પાર્ટીની લહેર ઉઠી ગઈ હોય તેવું વાતાવરણ ઉભું થઈ ગયું છે. એક બહોળો યુવા વર્ગ ધરાવતા ગોપાલ ઇટલીયા એ આગામી આઠ વિધાનસભા ની પેટા ચૂંટણી અને તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઈને કમર કસી લીધી છે. આગામી દિવસોમાં ભાવનગર જિલ્લામાં તેમના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાઈ ગયા છે. જિલ્લામાં નિરીક્ષણ માટે થઈને તેમની ટિમો સાથે તેઓ પ્રવાસ ખેડીને જિલ્લામાં આપ નું બળ વધારશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. તેઓ આગામી ૧૯/૦૯/૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે તળાજા ત્યારે બાદ બપોરે ૪ કલાકે મહુવા બેઠકો લઈને રાત્રીના ૮ કલાકે જેસર પહોંચી ને ત્યાં રાત્રી રોકાણ કરશે.

ત્યારબાદ બીજા દિવસે તા.૨૦/૯/૨૦૨૦ ના સવારે ૯ કલાકે પાલીતાણા ત્યારબાદ બપોરના ૧૨ કલાકે ગારીયાધાર બેઠકો લઈને નિરીક્ષણ કરશે. તા. ૨૧/૯/૨૦૨૦ ના સવારે ૧૦ કલાકે સિહોર આવી પહોંચશે અને સિહોર એ એક સમયે પાટીદાર અનામત આંદોલન નું એપી સેંટર હતું જેનું આપને બળ મળી શકે તેવું લોકોમાં લાગી રહ્યું છે. સિહોર બાદ બપોરના ૨ કલાકે વલ્લભીપુર અને ત્યાર બાદ સાંજે ૫ કલાકે ઉમરાળા ખાતે બેઠકો ગોઠવશે. તા. ૨૪/૯/૨૦૨૦ ના ભાવનગર તાલુકના ગામડાઓ અને તા. ૧૫/૯/૨૦૨૦ માં ઘોઘા તાલુકામાં આપ ની મહત્વની બેઠકો લઈને જિલ્લાનું નિરીક્ષણ પૂરું કરશે. હાલ રાજ્યમાં આપનું વાતાવરણ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં.ત્રીજો મહત્વનો પક્ષ ઉભો થઇ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here