સિહોર સાથે જિલ્લાના ૬ તાલુકાઓમાં ૮૮ ટિમો દ્વારા વરસાદથી ખેતી પાકને નુકશાની સર્વે કામગીરી શરૂ

સલીમ બરફવાળા
ચાલુ સીઝનમાં ભારે વરસાદને પગલે ખેતી પાકને ભારે નુકશાની થવા પામી છે. ખેતરોમાં રહ્યેલો મગફળી, કપાસ, જુવાર,બાજરી, તલ જેવા અનેક પાકો નિષ્ફળ ગયા છે. વધુ પડતા વરસાદ ને લઇ પાક બળી ગયો કે પીળો કે કાળો પડી જતા નિષ્ફળ ગયો છે. આ સ્થિતિમાં ખેડૂતોની વહારે સરકારે તેમને યોગ્ય વળતર આપવા સરકારની એસ.ડી.આર.એફ યોજના હેઠળ હાલ સર્વે કામગીરી હાથ ધરી છે. જેમાં સિહોર ભાવનગર, જેસર, મહુવા,ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ૮૮ ગામોમાં સર્વે કામગીરી હાથ ધરી છે. જેમાં ભારે વરસાદને પગલે કુલ ૫૦,૩૧૫ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે.આ પૈકી ૩૩% કે તેથી વધુ પ્રભાવિત થયો હોય તેવા ૧૧૫૮૩ હેક્ટરમાં નુકશાની સર્વેનો રીપોર્ટ હાલ તૈયાર કરવામાં આવ્યો છે.

૮૮ જેટલી ટીમો આ તમામ ગામોમાં જઈ સર્વે કામગીરી હાથ ધરી છે. જેમાં પિયત અને બિન પિયત જમીનમાં નિયમો અનુસાર વળતર આપવામાં આવશે. જેમાં પિયતમાં ૧૩,૫૦૦ રૂ. અને બિન પિયતમાં ૬,૮૦૦ રૂ. બે હેક્ટરની મર્યાદામાં ચુકવવામાં આવશે. ચાલુ વરસાદી સિઝનમાં ભાવનગર શહેર અને જીલ્લામાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૧૭.૮૨% નોંધાય છે. જેમાં વલ્લભીપુર,ઉમરાળા અને ભાવનગર તાલુકામાં સરેરાશ ૧૫૦% કરતા વધુ વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે સરકારની એસ.ડી.આર.એફ યોજના હેઠળ હાલ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ૬ તાલુકાના ૮૮ ગામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સર્વે અનુસાર આગામી સમયમાં ચુકવણું કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here