વહેલી સવારે ટાઉન હોલ ખાતે એકત્રિત થઈ રેલીમાં ભાગ લેવા ભાવનગર પોહચ્યા, લઈ જવા માટે સ્પે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, મોટી સંખ્યાના એકત્રિત થઈ રેલીમાં ભાગ

હરેશ પવાર
રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAAના કાયદાને સમર્થન આપવા ભાવનગર ખાતે એક વિશાળ રેલી શહેરના રાજમાર્ગો પર નીકળી હતી જેમાં સિહોર શહેરના આગેવાનો સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા ૨ કિલોમીટર લાંબા તિરંગા સાથે રેલીએ પ્રસ્થાન થયું હતું. આ રેલી માટે શહેરમાં ઠેર ઠેર બેનરો, સુશોભન, ધ્વજપતાકા દ્વારા દેશભક્તિનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

રેલીમાં સિહોર સાથે પંથકના આગેવાનો કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અહીં ભાવનગરના તમામ ડોક્ટરો, વકિલો, ઉદ્યોગપતિઓ, નાના-મોટા દુકાનદારો સહિતના રેલીમાં જોડાયા છે.રેલી દરમિયાન રસ્તામાં આવતી મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અપાવામાં આવી રહી છે. ઠેર ઠેર સ્વાગત માટે અલગ સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું ભાવનગરમાં વસતા રાજસ્થાન, મહારાષ્ટ્ર બંગાળ, ઉત્તરપ્રદેશસહિતના જુદાજુદા રાજ્યોના સમાજો પણ આ રેલીમાં તેમના સમાજની ભાષામાં લખેલા બેનરો સાથે આ રેલીમાં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here