સિહોર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાત ડોકટર દ્વારા ૧૧૯ જેટલી સીઝેરીયન ડીલેવરી કરી, કોરોના સામે લડતા આરોગ્ય તંત્રએ સુરક્ષિત માતૃત્વ અંગેની પણ એટલી જ દરકાર લીધી,


સલીમ બરફવાળા
એક સામાન્ય માણસ જીવન બચાવનારા તબીબોને જીવન આપનારા ઇશ્વરની સમકક્ષ સ્થાન આપતો હોય છે. તબીબોએ તબીબી જગતના સૌથી પડકારજનક કહી શકાય એવા સમયે અનેક મહિલાઓના જીવ બચાવ્યા છે ડિલિવરી સમયે અનેક કોરોનાગ્રસ્ત મહિલાઓને મોતના મુખમાંથી હેમખેમ ઉગારીને તબીબોએ સમાજમાં તેમના આ ઉચ્ચ ગરિમામય સ્થાનને શત પ્રતિશત સાર્થક કરી બતાવ્યું છે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ અને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલોમા આ વર્ષે માહે જાન્યુઆરી થી ઓક્ટોબર દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૧૯૭૫ જેટલી સફળ પ્રસુતી કરાવાઈ હતી.

જેમાથી ૫૪ મહિલાઓ કોરોના પોઝિટિવ હતી જેમની પણ સફળ પ્રસુતિ કરાવી કોરોના સામે બાથ ભીડતાં આરોગ્ય તંત્રે સગર્ભાઓને સુરક્ષિત માતૃત્વ મળે તેની પણ યોગ્ય દરકાર લીધી હતી.આ તમામ પ્રસુતિઓમાં ૧૭૬ જેટલી સીઝેરીયન સેક્શન ડીલેવરી પણ કરવામા આવી હતી.વધુ સારી ગુણવત્તા યુક્ત સેવાઓ આપવા માટે ડોક્ટરની સાથે સ્ટાફ નર્સની પણ નિમણુક કરવામા આવી છે.સાથે સાથે સગર્ભા મહિલાને પ્રસુતી માટે હોસ્પિટલ – આરોગ્ય કેંદ્ર સુધી લાવવા અને પ્રસુતી બાદ ઘરે પરત મુકવાની પણ આરોગ્ય તંત્ર દ્વારા વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે.સરકારી સંસ્થાઓમા પ્રસુતી માટે આવનાર મહિલાને પ્રસુતી, દવાઓ, પોષક ભોજન , લેબોરેટરી ટેસ્ટ , જરૂર પડે તો લોહી ચડાવવાની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આમ ગુણવત્તા યુક્ત સેવાઓ, સારુ ઈંફ્રાસ્ટ્રક્ચર મળતા જિલ્લામાં માતા મરણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને લોકોનો વિશ્વાસ જીતવામા પણ આરોગ્ય તંત્રને સફળતા મળી છે. સરકારી તબીબો અને સાથે સાથે ખાનગી હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો દ્વારા પણ સગર્ભા બહેનોનુ વિનામુલ્યે હેલ્થ ચેકઅપ કરવામા આવે છે, તેમજ આરોગ્ય કેન્દ્રમા હાલ તાલીમબદ્ધ સ્ટાફ હોઈ તથા લેબરરૂમમા પૂરતી સગવડો હોય રીસ્પેક્ટફુલ મેટરનીટી કેર થઈ શકે તે માટે ખાસ કરીને નોર્મલ સુવાવડ થઈ શકે તેવા લાભાર્થીઓને ઓળખી અને તેમનુ નિયમિત ચેકઅપ કરાવીને પીએચસી ખાતે પ્રસુતી માટે જણાવવામા આવે છે.

જેમા જોખમી સગર્ભાઓને અલગ તારવી સતત ફોલોઅપ લઈ વધુ સારી સગવડ જેવી કે બ્લડ ચડાવવાની , સીઝેરીયન કરવાની વ્યવ્સ્થા હોય ત્યા મોક્લવામા આવે છે.આ સુચારૂ વ્યવસ્થાના કારણે માતા મૃત્યુ દરમાં પણ જિલ્લામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.સામુહીક આરોગ્ય કેન્દ્ર સિહોર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાત ડોકટર દ્વારા ૧૧૯ જેટલી સીઝેરીયન ડીલેવરી કરી સાગર્ભઓને સુરક્ષિત માતૃત્વ પુરૂ પાડવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here