ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ મુકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેવી પોલીસે અસામાજિક તત્વોને ચીમકી આપી, આવતીકાલે રેલી સંદર્ભે સિહોર પોલીસ સઘન પેટ્રોલિંગ

હરિશ પવાર
ધંધુકાની હત્યાના બનાવને લઈને ભાવનગર સાથે સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ મોડમાં આવી ગયેલ છે. કોમી એકતા માં વિખવાદ સર્જાય તેવી તક ગોતતા અસામાજિક તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતિ ડોહોળાઈ નહિ તેવી અપીલ આજે ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર જનતાને અપીલ કરતો મેસેજ આપ્યો હતો. જેમાં રાજ્યમાં અમુક અસામાજિક તત્વો દ્વારા જાહેર

સુલેહ શાંતિ ડહોલવા અને કોમ કોમ વચ્ચે વૈમન્સય પેદા કરવા માટે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉપર ભડકાઉ અને શાંતિભંગ થાય તેવી પોસ્ટ મૂકી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું જણાય આવેલ છે. જેથી તમામે નોંધ લેવી કે કોઈ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવુતિ કરાશે અથવા કોઈ વ્યક્તિ મારફતે કરાવશે તો તેઓ વિરુદ્ધમાં કાયદાકીય રીતે કડક પગલાં લેવામાં આવશે

તેમજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર આવી પ્રવુતિ કરતા ઈસમો ઉપર સતત વોચ રાખવામાં આવશે જેની તમામ લોકોએ નોંધ લેવી. જિલ્લામાં શાંતિ જળવાય રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. જાહેર જનતાને ચેતવણીરૂપી અપીલ કરી ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવા અપીલ છે જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને કરાઈ અપીલ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ ન મુકવામાં આવે

જો કોઈ પણ જિલ્લામાં આ હરકત કરશે તો હવે પોલીસ ધર્મ-જ્ઞાતિ વિરુદ્ધ પોસ્ટ મુકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ અસામાજિક તત્વોને આપી છે પોલીસ દ્વારા વિવિધ ટિમો પણ બનાવવામાં આવી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પોલીસ હાલ વોચ રાખી રહી છે સાથે આવતીકાલે સિહોર ખાતે રેલી યોજાનાર છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here