ભાવનગર જિલ્લા શિવસેનાની સિહોર ખાતે સંગઠનલક્ષી બેઠક મળી

દેવરાજ બુધેલીયા
સિહોરના પાબુજી મંદિર ખાતે ભાવનગર જિલ્લા શિવસેનાની એક અગત્યની બેઠક મળી હતી સંગઠન મજબૂતી માટે મળેલી બેઠકમાં શિવસેના સૌરાષ્ટ્ર જોન પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી તેમજ જિલ્લા પ્રમુખ રામભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતમાં સિહોરના પાબુજી મંદિર ખાતે બેઠક મળી હતી બેઠકમાં જરૂરી ચર્ચા વિચારણા સંગઠન મજબૂતી માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો સાથે જિલ્લાના દરેક તાલુકા અને શહેર વાઇઝ નિમણુંકો કરવામાં આવી હતી આવતા દિવસોમાં શિવસેના સંગઠનને મજુબત કરવા માટે મંચ ઉપસ્થિત આગેવાનોએ હાંકલ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here