ભાવનગરના સ્વ પ્રકાશભાઈ ગાંધી પરિવારે તાકીદે 500 મણ લાકડાનું અનુદાન આપ્યું, સમગ્ર વ્યવસ્થામાં જોનભાઈ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે


સલીમ બરફવાળા
ભાવનગર શહેર સહિત જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરનાને લઈ મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં સ્મશાન ભૂમિમાં મૃતદેહનો વધારો થતો હોય જેને પગલે અંતિમ વિધિ માટે કોરોના ગ્રસ્ત મૃતકોને સ્મશાનભૂમિમાં ખસેડવામાં આવી રહ્યા છે. ભયાવહ સ્થિતિ વચ્ચે સ્મશાનમાં લાકડાની અછત વર્તાતા ભાવનગરના ગાંધી પરિવારે 500 મણ લાકડાનું અનુદાન આપ્યું છે.ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે.

વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરની સ્મશાનભૂમિમાં અંતિમવિધિ માટે મૃતદેહોની કતાર લાગી ગઈ છે. અને મૃતકોના પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડે છે. આવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહયું છે આવી પરિસ્થિતી વચ્ચે સ્મશાન ગૃહમાં પણ લાકડાની અછત વર્તાઇ રહી હતી. જેથી મૃતકોના પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી હતી.

ત્યારે સ્વ.પ્રકાશભાઈ અનોપચંદભાઈ ગાંધી ના સ્મરણાંર્થે ભાનુમતીબેન અનોપચંદભાઈ ગાંધી પરિવાર તરફથી ભાવનગર સ્મશાનગૃહને 500 લાકડાની એક ગાડી અર્પણ કરીને અનુદાન આપ્યું છે ત્યારે ગાંધી પરિવાર દ્વારા લાકડાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતા મૃતકોના પરિવારજનોને રાહત થઈ છે સરસ કાર્ય માટે સમીરભાઈ શાહ (નિવૃત કલેકટર કચેરી) સાથે ભાવનગર નવગુજરાત સમયના રિપોર્ટર પરેશ શાહ (જોનભાઈ) જેઓ સ્મશાન ખાતે લાકડાઓ પૂરતા મળી રહે તે માટે દિવસભર દોડધામ કરી દાનવીરોનો સંપર્ક કરીને સ્મશાને લાકડાઓ ખૂટે નહીં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here