સ્નેહા ફાઉન્ડેશન નું સ્નેહભયું કાર્ય

બ્રિજેશ ગૌસ્વામી
રાજયમાં કોરોના મહામારીને લઈને ફરી શિક્ષણ ઓન લાઈન શરૂ કરી દેવામાં આવ્યું છે. શાળાઓ અને કોલેજો ફરી સુમસાન બની ગઈ છે. ત્યારે જે વિધાર્થીઓ શાળામાં ઓનલાઇન અભ્યાસ નથી કરી શકતા તેવા બાળકો ને ભાવનગર ની સ્નેહા ફાઉન્ડેશન સંસ્થા શિક્ષણ નું સ્નેહ ભરેલું કામ કરી રહી છે. હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેની ભયંકર અસર બાળકોના શિક્ષણ પર જોવા મળી છે.

આ કપરા સમય માં સ્નેહા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા ગરીબ બાળકો માટે કે જે ઓનલાઇન એજ્યુકેશન નથી મેળવી શકતા એવા બાળકો ને સમય અંતરે બોલાવી ને સામાજિક અંતર રાખી અલગ અલગ પદ્ધતિઓ થી જેવા કે સ્માર્ટ ટીવી, કમ્પ્યુટર વગેરે માધ્યમો દ્વારા શિક્ષણ આપવાની અનોખી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ માં ૫૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ પ્રવૃત્તિ કોવિડ – ૧૯ ના તમામ નીતિ નિયમો નીચે ચાલે છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સંસ્થાની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here