દેશી બનાવટના તમંચા (કટ્ટા) સાથે એક ઇસમને પકડી પાડતી ભાવનગર એસ.ઓ.જી

હરેશ પવાર
ભાવનગર એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને મળેલ બાતમી આધારે સિદસર રોડ દાદાની વાડી પાસેથી આરોપી હિંમતભાઇ ઉર્ફે ખત્રી જોધાભાઇ ચુડાસમા ઉ.વ. ૨૬ રહેવાસી હાલ સુરત કતારગામ ઘનમોરાની બાજુમાં મુળ ગામ માતલપર તા. જેસર જી. ભાવનગર વાળાઓને એક દેશી બનાવટના સીંગલ બેરલના ૧૨ બોરના તમંચા ( કટ્ટા) સાથે ઝડપી પાડવામાં આવેલ હતા.

મજકુર આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે એસ.ઓ.જી.ના દિલીપભાઇ ખાચરે ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા ચલાવી રહ્યા છે આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here