રૂ.૫૦૦૦ કરોડના ખર્ચે હાલ બની રહ્યો છે ભાવનગર-સોમનાથ સિમેન્ટ કોન્ક્રીટ હાઈવે, આ હાઈવે ની હાલ ૭૦% કામગીરી પૂર્ણ થઇ ચુકી છે.

જમીન સંપાદન અને આર્થિક અગવડ ના કારણે કામ અટકી ને પડ્યું હતું, રોલરો-પેવીંગ મશીનો દ્વારા હાલ આ ફરી કામ ધમધમતું થયું છે, સાંસદે કરેલી રજૂઆત બાદ ફરી કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.

સલીમ બરફવાળા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે કે જેનું નિર્માણ કાર્ય છેલ્લા ૩ વર્ષથી હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સૌપ્રથમ નેશનલ હાઈવેને સિમેન્ટ કોન્ક્રીટ દ્વારા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૨૫૬ કિમી. ના આ માર્ગ ને રૂ.૫૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે. આ માર્ગ અત્યારસુધીમાં ૭૦% જેટલો બની ગયો છે જયારે બાકીના ૩૦% ની કામગીરી હાલ ચાલુ છે. પરંતુ હાલ તે મંદ ગતિએ આગળ વધી રહ્યો છે જેનું કારણ છે જમીન સંપાદન નો મામલો અને આર્થીક સંકડામણ, આ માર્ગ બનાવવા માટે જરૂરી જમીન સંપાદન કરી લેવામાં આવી છે પરંતુ તેની આર્થિક લેવડદેવડ અંગે સરકાર અને જમીન માલિકો વચ્ચે સંપૂર્ણ સમાધાન ના થયું હોય.

તેમજ વર્ષ ૧૯૮૫ માં સંપાદન કરેલી જમીનો માં ખેડૂતો આજની બજાર કીમત અનુસાર રૂપિયાની માંગ કરી રહ્યા હોય જેથી આ માર્ગ નું કામ ધીમી ગતિએ ચાલુ છે. આ બાબતે ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન દ્વારા લોકસભામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેની ગંભીર નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરી એ પણ લીધી છે અને જેને વર્ષ ૨૦૨૦ ના અંત માસ સુધીમાં પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા જણાવ્યું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે વહેલી તકે પૂર્ણ થઇ અને લોકોના ઉપયોગમાં આવી શકે તે માટે ભાવનગરના સાંસદની લોકસભામાં રજૂઆત રંગ લાવી છે અને હાલ ફરી આ માર્ગ પર ફરી રોલરો -પેવીંગ મશીનો ધમધમી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here