આજે શિક્ષણમંત્રીના હસ્તે વિધાર્થીઓનું સન્માન
બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતભરમાં સંવિધાન ગૌરવ અભિમાનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે ભારતનું બંધારણ તથા તેનું માન સન્માન અને ગૌરવ વિષય અન્વયે સમગ્ર જિલ્લામાં વિવિધ સ્પર્ધાઓનું શાળા અને કોલેજ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું . ડો . બાબા સાહેબ આંબેડકર ના વિચારો અને મૂલ્યો વિધાર્થીઓના જીવનમાં પહોંચે તેવા હેતુ સાથે યોજાયેલ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં તળાજાની આરાધ્યા વિધાસંકુલ ના વિધાર્થીઓએ બાજી મારી હતી.
શાળાનું ગૌરવ વધાર્યુ હતું આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ધો . 10 ના સરવૈયા દિવ્યરાજસિંહ ભોજુભા પ્રથમ નંબર , ધો . – 9 ના વિધાર્થી ઠાકર પ્રેમ યોગેશભાઇ દ્વિતીય નંબર તથા ધો . 10 ના વિધાર્થી સરવૈયા દક્ષરાજસિંહ સહદેવસિંહ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ બન્યા હતા આ તમામ વિધાર્થીઓનું 04 જાન્યુઆરીના રોજ ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી તેમજ વિવિધ મહાનુભાવો ના હસ્તે ભાવનગર જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા સન્માન કરવામાં આવશે શાળાના બાળકોની વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળા સંચાલક વૈભવ જોષીએ અભિનંદન પાઠવ્યા હતા.