કેટલાક આયોજકોએ આયોજન આ વર્ષ પૂરતા મોફુક રાખ્યા, આ વર્ષે ઠાકોરજીનો વરઘોડો(ફુલેકુ), સમુહપ્રસાદ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પર રોક રહેશે


બ્રિજેશ ગૌસ્વામી
દિપોત્સવીના તહેવાર બાદ કોરોનાની મહામારીએ ફરી વખત માથુ ઉંચકતા રાજયમાં રોગચાળો વકરતા અમદાવાદ સહિતના સ્થળોએ બે દિવસ સંપૂર્ણ કર્ફયુની જાહેરાત કરવામાં આવેલ છે.કોરોનાની અસર વધવાની સંભાવના વચ્ચે ગોહિલવાડમાં આગામી તા.૩૦ નવેેમ્બરને સોમવારે યોજાનાર તુલસી વિવાહના આયોજન પર રોક લાગે તેવી શકયતા વર્તાઈ રહી છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૩૦મીએ ભગવાન શ્યામ અને તુલસીવૃંદાના શુભ લગ્નોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે દર વર્ષે શહેરના ભરતનગર,કાળીયાબીડ,ડાયમંડ ચોક, સંસ્કાર મંડળ,પાનવાડી અને કણબીવાડ સહિતના અનેક જાહેર સ્થળોએ અને મોટા ભાગના ધર્મસ્થાનકોમાં તુલસી વિવાહ ઉજવાય છે.

જેમાં ભાવનગરમાં કેટલાક સ્થળોએ તો તુલસી વિવાહને અનુલક્ષીને સમગ્ર વિસ્તારને નવોઢાની જેમ ચિત્તાકર્ષક રીતે શણગારવામાં આવે છે. તેમજ જાહેર માર્ગ પર વિશાળકાય રંગોળી દોરવામાં આવે છે. એકથી બે સપ્તાહ અગાઉ તુલસી વિવાહના આયોજનની નીમંત્રણ પત્રિકાઓની વહેંચણી કાર્યથી લઈને લગ્નોત્સવની તૈયારીઓ આરંભાઈ જાય છે. આ વર્ષે કોરોનાની મહામારી યથાવત રહેતા કદાચ મોટા ભાગના સ્થળોએ તુલસીવિવાહના આયોજન આ વર્ષ પુરતા મોફૂક રહે તેવી શકયતા પણ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here