ભાવનગર યુનિવર્સિટી PHD ના વિધાર્થીઓની બાકી રહેલ વિષયોની DRC ઓનલાઈન કરવા માંગ

બ્રિજેશ ગોસ્વામી
હાલ કોરોના કેસોની રફતાર પકડી છે ત્યારે રાજ્યમાં શિક્ષણ ફરી ઓનલાઈન કરવાની માંગ ઉઠી છે છેલ્લા અઠવાડિયા થી આખા ગુજરાતમાં કોરોના નું સંક્રમણ સતત વધતા સરકાર દ્રારા પણ તમામ કાર્યક્રમો રદ કરાયા છે તેવા સંજોગોમાં ભાવનગર યુનિવર્સિટી ના P.H.D કરવા ઈચ્છુક ઉમેદવારોની બાકી રહેલ તમામ વિષયની D.R.C સમય અને સંજોગો ધ્યાને લઈ ઓનલાઈન કરવાની લાગણી સેનેટ સભ્ય મહેબૂબ બ્લોચે વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે P.H.D કરવા ઈચ્છુક ઉમેદવારો અલગ અલગ જીલ્લામાથી આવતા હોય છેલ્લા એક અઠવાડિયામાં હિસ્ટ્રીવાળા કોરોના કેસ ખુબ મોટા પ્રમાણમાં ભાવનગરમાં આવેલ છે આથી વિધાર્થીના હીતમા D.R.C જે કોઈ વિષયની બાકી છે તે તમામ હવે ઓનલાઈન કરવા આયોજન કરવાની માંગ સેનેટ સભ્યએ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here