દરેક જાતના રોગો તેમજ “બેતાળા” ચશ્માંનું વિનામૂલ્યે વિતરણ તેમજ નિઃશુકલ સારવાર કેમ્પનું પણ આયોજન

મિલન કુવાડિયા
ભાવનગર ખાતે આવતીકાલે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નવી દિલ્હી દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ હોમીયોપેથી મેડિકલ કોલેજ તેમજ તાપીબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તેમજ પી.એન.આર.સોસાયટીના સહયોગથી દરેક જાતના રોગો તેમજ “બેતાળા” ચશ્માંનું વિનામૂલ્યે વિતરણ તેમજ નિઃશૂલ્ક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે કરશન ભગતનું રામાપીરનું મંદિર,ગોપાલ સોસાયટી, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here