કરોડો રૂ.લઈ વેચાઈ જઇ પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યા નો આક્ષેપ કર્યો મહિલા કોંગ્રેસે, પ્રવીણ મારુને બંગડીઓ પહેરાવવા મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચી

ઘરે પ્રવીણભાઈ હાજર ન મળતા બંગડીઓ બહાર ગેટ પર પહેરાવી, મળશે ત્યારે પહેરાવીશું બંગડીઓ – મહિલા કોંગ્રેસ

શંખનાદ કાર્યાલય
ભાવનગર અને બોટાદ જીલ્લાનાં કોંગ્રેસ દ્વારા પ્રવીણ મારું જેઓ ગઢડા/ઉમરાળાનાં હાલનાં ધારાસભ્યે પક્ષ રાજીનામું આપેલ. જે કોંગ્રેસ પક્ષ અને આમ જનતા સાથે છેતરપિંડી કરી હોવાનાં આક્ષેપો સાથે આજે બન્ને જીલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પ્રવીણ મારુંનાં નિવાસ બોરડી ગેટ જવાહરનગર ખાતે મહિલાઓ દ્વારા બંગડી આપી સખ્ત શબ્દોમાં વિરોદ્ધ કરવામાં આવ્યો જો કે પ્રવીણ મારું ઘરે નહિ મળતા એવું લાગ્યું મહિલાઓને તેઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે .જ્યારે આ ધારાસભ્ય 25 કરોડ માં વહેંચાય ગયા હોય તેવા આક્ષેપો સાથે સુત્રોચ્ચાંર કર્યા હતા. જેમાં વલ્લભીપુર નગરપાલિકા ના કૉંગ્રેસના કોર્પોરેટર ગીતાબેન ડાબસરા ના અધ્યક્ષ સ્થાને વલ્લભીપુર અને ઉમરાળાના બહેનો દ્વારા પ્રવીણભાઈ મારુના બંગલે બંગડી પહેરાવી વિરોધ દર્શાવવા જતા પ્રવીણભાઈ બંગલે હાજર ન હોઈ જેથી બંગલાની બહાર બંગડીઓ લટકાવી પ્રવીણભાઈ હાઈ…હાઈ.. ના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here