વિશ્વ મહિલા દિન નિમિત્તે ભાવનગર ખાતે સ્મોલ વન્ડર્સ દ્રારા”ઈચ ફોર ઈકવલ”ટોક શો યોજાયો

શંખનાદ કાર્યાલય
ગત તારીખ ૮માર્ચના રોજ વિશ્વ મહિલા દિન નિમિત્તે સ્મોલ વન્ડર્સ સંસ્થા દ્રારા જુદાજુદા ક્ષેત્રનાં જાણીતા ૨૦ મહિલાઓનો “ઈચ ફોર ઈકવલ”ટોક શો નું આયોજન ભાવનગરની હોટેલ સરોવર પોતીકા ખાતે યોજવામાં આવેલ. આ “ઈચ ફોર ઈકવલ”ટોક શો ના આયોજક હર્ષાબેન રામૈયા દ્રારા આજના સમયમાં પુરૂષ પ્રાધાન્ય સમાજ નહિં પરંતું સ્ત્રીને પણ સમાન હકક મળવો જોઈએ એ વિશે વકતવ્ય આપેલ.આ”ઈચ ફોર ઈકવલ”ટોક શો માં ભાવનગર ના જુદાજુદા ૨૦ મહિલા વિદોએ પોતાના વકતવ્યો રજૂ ખરી,નારી શક્તિને કયારેય સમાજે ભૂલવી જોઈએ નહિં અને “Fight Biases”,”Broaden Perception” તથા “Women to women support and appreciation” વગેરે વિષયક અલગ અલગ ચર્ચા કરેલ.

ભાવનગરના રાજવી પરિવારના મહારાણી સમયુકતાદેવીજી તેમજ ભાવનગરના ડિસ્ટ્રિક્ટ જજ સુભદાબેન બક્ષી આ કાયઁક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ.પૂવઁ મેયર રીનાબેન શાહ,અગ્રણી શિક્ષણવદ સીમાબેન ભાટીયા,ડો.નિધિ લસાણી ઐયર,નિરાલી મકવાણા,દર્શના મહેતા,કલ્પના પાઠક,અદિતિ અગ્રવાલ, અયાના ચોઈથાણી,ચિત્રા ભંડારી, એકતા તેજસ શેઠ અને લીલા ગ્રુપના કનિકાબેન શર્મા-સોની તેમજ ટવીન્કલ અતુલભાઈ બંસલ,પૂજા જયસ્વાલ,રોનક પટેલ,સ્મૃતિ ઠક્કર, શીનમ બંસલ સહિત ના અગ્રણીઓ આ કાયઁક્રમ માં ઉપસ્થિત રહી સ્ત્રી માટે પોતાના મંતવ્ય વ્યક્ત કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here