કાઠિયાવાડની આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયન હેતસ્વી સોમાણી “મિસ યોગીની ઓફ વર્લ્ડ” નો આજે જન્મદિવસ, આ દીકરીએ વિશ્વ ફલક પર દેશ નું નામ રોશન કર્યું છે,

મિલન કુવાડિયા
ભાવેણાને વિશ્વમાં યોગક્ષેત્રે અનેક ખિતાબો અને મેડલો જીતાડનાર હેતસ્વી સોમાણીનો આજે જન્મદિવસનો અનોખો અવસર છે ત્યારે દરેક ભાવેણાવાસી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે આજે તેઓ ૨૧ વર્ષ પૂર્ણ કરી ૨૨ વર્ષમાં મંગળ પ્રવેશ કરશે હેતસ્થી સોમાણીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ઉત્સાહભેર જન્મદિનની શુભેચ્છા પાઠવી છે હેતસ્થીને”બેક બેડિંગ કવીન” નું બિરૂદ મળેલ છે અને તાલુકા, જીલ્લા, રાજય તેમજ દેશના સિમાડા બહાર તેમનું નામ ગુંજતું થયું છે.

હેતસ્વી બાળપણથી આજ સુધી તનતોડ મહેનત અને રાત દિવસનો તફાવત ભુલી કલાકો સુધી યોગ અભ્યાસ કયો છે.હેતસ્વી અને દેશના નામે ૬૦ ગોલ્ડ,૪૫ સિલ્વર,૩૦ બ્રાન્ઝ મેડલોની હારમાળા અંકે કરી છે.યોગમાં યોગ એન્ડ ડિપ્લોમાં નેચરોપેલી નો અભ્યાસ પુણ્ય કર્યો છે. આટલી નાની વયે તેમની ઉંમર કરતા વધું નામના મેળવી છે.આ ઉપરાંત વિશેષ “મિસ યોગીની ઓફ ઈન્ડિયા””મિસ યોગીની ઓફ ખેલમહાકુંભ””મિસ યોગીની ઓફ યુનિવર્સલ જેવા અનેક બિરૂદ મેળવેલ આવી જ ગતિથી આગળ વધી રહેલા હેતસ્વી પોતે પરણીત હોવા છતા યોગની તમામ ઈવેન્ટમાં ભાગ લે છે તેમનું કહેવું છે.

જેટલી જવાબદારી અને ફરજ એક વહુ અને પત્ની તરીકે સંસારમાં છે એટલીજ ફરજ તેમની દેશ માટે ગૌરવ અને મેડલ જીતવામાં છે આવી અનોખી સોચ ધરાવતા બેક બેડિંગ કવીન ખુબ પ્રેમાળ દયાળુ અને લાગણીશીલ સ્વભાવ ધરાવી મહેનતના પગથીયે આગળ વધી રહ્યા છે અને તેઓ કહે છે તેમની આ સિધ્ધિ પાછળ વડીલો અને ભગવાન ના આશીર્વાદ છે જન્મદિવસ નિમિત્તે માતા નેહલબેન,સાસુ સુનિતાબેન,પિતા પ્રવિણભાઈ, સસરા ભરતભાઈ, પતિ કાતિઁક અને નાનો ભાઈ ધામિઁક સાથે ઉત્સાહ ભેર જન્મદિવસની ઉજવણી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here