ટાઉનહોલ થી કલેકટર કચેરી સુધી રેલી અને આવેદન

શંખનાદ કાર્યાલય
તાજેતરમાં લોકરક્ષકદળનું મેરિટ લીસ્ટ પ્રસિધ્ધ થયું હતું. જેમાં અનુ.જન જાતિના સમાવિષ્ટ રબારી સમાજના ઉમેદવારોને અન્યાય થયો હતો. પોરબંદરમાં સમસ્ત માલધારી સમાજ દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. તેના સમર્થનમાં આવતીકાલે ભાવનગર જિલ્લા રબારી સમાજ દ્વારા ભાવનગર ટાઉનહોલથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરાયું છે ૨૦૧૮ના વર્ષમાં લોકરક્ષકદળ ભરતી માટેની પરીક્ષા લેવાઈ હતી. જેનું ગત તા. ૧-૧૨-૨૦૧૯ના મેરિટ લીસ્ટ જાહેર થયું હતું. જેમાં અનુ. જનજાતિમાં માલધારી સમાજના અનેક ઉમેદવારોને અન્યાય થયો છે. મેરિટમાં ગુણ વધુ છે તેને બાકાત કરી દેવાયા છે.

જ્યારે ઓછા મેરીટવાળા ઉમેદવારોનો સમાવેશ કરી દેવાયો છે. ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં રહેતા માલધારી રબારી સમાજનો અનુ. જનજાતિનો દરજ્જો મળ્યો છે. પરંતુ અનુ. જન જાતિના પ્રમાણપત્રની ખરાઈમાં વ્હાલા- દવલાની નીતિ રાખવી તે યોગ્ય નથી જેને લઈ આવતીકાલે ભાવનગર જિલ્લા રબારી સમાજ દ્વારા રેલી અને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવશે અને રેલીમાં રબારી ભરવાડ ચારણ ગઢવી સમાજ પણ જોડાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here