ગીગાભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ હતા ત્યારે ગરીબોને મફત પ્લોટ આપવામાં આવ્યા હતા અને જેમાં જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું ગીગાભાઈની ગરીબો પ્રત્યેની લાગણીનું મોટું પ્રમાણપત્ર છે : શક્તિસિંહ ગોહિલ

મિલન કુવાડિયા
ભાવનગર કોંગ્રેસના અગ્રણી ગીગાભાઈ ગોહિલનું ૯૨ વર્ષની વયે અવસાન થતાં કોંગ્રેસ સહિત સમગ્ર રાજકીય વર્તુળોમાં શોકની લહેર પ્રસરી છે. ત્યારે બિહારના પ્રભારી સાંસદ તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પણ શોકાજલિ પાઠવી હતી મહુવા તાલુકાના ખારી ગામના સરપંચ તરીકેથી પોતાની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કરનાર ગીગાભાઈ ગોહિલે બાદમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ મેળવ્યું હતું. રાજકીય સફરમાં આગળ વધીને ધારાસભ્ય અને મંત્રી પણ બન્યા હતા. પોતાની રાજકીય કારકિર્દીના મધ્યાહને તેઓ ભાવનગર લોકસભાની ચૂંટણી પણ જીત્યા હતા.

કોંગ્રેસમાં તેઓ વજનદાર નેતા તરીકે લાંબો સમય સુધી રહ્યા હતા ‌ જોકે રાજકીય કારકિર્દીના સૂર્યાસ્ત સમયે તેઓ ભાજપના રાજુભાઈ રાણા સામે ભાવનગર લોકસભાની ચૂંટણી હાર્યા હતા. ગીગાભાઈ એક પણ ચૂંટણી હાર્યા ન હોવાનો અનોખો રેકોર્ડ હતો‌. શહેરમાં તખ્તેશ્વર નજીકનાં તેઓના નિવાસે ૯૨ વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા ગીગાભાઈ ગોહિલના નિધનથી કોંગ્રેસે એક પીઢ અને સંનિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે જેની ખોટ કદાપિ પુરાશે નહીં તેમ તેઓને અંજલિ આપતા કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here