દિવસે વીજળી આપવી તેમજ ૨ કલાક વધુ આપવા આગેવાને માંગ કરી,

સલીમ બરફવાળા
સમગ્ર દેશમાં ૨૪/૩/૨૦૨૦ થી ૦૩/૫/૨૦૨૦ સુધી જયારે લોકડાઉન બે તબક્કામાં જાહેર કર્યું છે એક તબક્કો ગઇકાલે પૂરો થયો છે આજથી બીજો તબબકો શરૂ થયો છે ત્યારે તમામ પ્રકારના કારખાના, ઉધોગો, ફેકટરી ને બંધ છે.ત્યારે હાલ પાવર નો સ્ટોક થતો હોય છે.તેથી ખેડુતોને દિવસના જુન મહિના સુધી એટલે કે ચોમાસા સુધી દિવસે પાવર આપવો અને બે કલાક વધારે પાવર આપવામાં આવે કારણકે ખેડુતોને માકેઁટ યાર્ડ બંધ હોવાથી અથવા બંધ જેથી હાલમાં હોય ખેતીમાં થયેલ ઉત્પાદન ધઉ, જીરૂ, ડુંગળી, કપાસ નું વેચાણ થઈ શકતું નથી કોઈ વેપારી ડાયરેકટ ખરીદી કરે તો કરતા ભાવો મળતા નથી ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

જો ખેડુતોને દીવસે પાવર આપવામાં આવે અને બે કલાક વધારી આપવામાં આવે તો ખેડુતોને જે રાત્રે પાણીનો ૧૦ ટકા બગાડ થાય છે તે ન થા આથી ખેડુતોને બંધ ની પરીસ્થીતી ધ્યાને લઈને દીવસે ૧૨ કલાક પાવર જુન મહિના સુધી એટલે કે વરસાદ થયા સુધી આ રીતે પાવરની વ્યવસ્થા કરવા માટે ખેડુતોની માંગણી છે. જયારે ખેડુતોને ચોમાસુ સીજન ફેઈલ ગઈ છે ત્યારે શિયાળુ સીજનમાં આશા હતી તે કોરોના ના હિસાબે શિયાળું સિજનમાં પણ ખેતીમાં થયેલ ઉત્પાદન નું વેચાણ કરવા માટે તકલીફો કોરોનાના કરાણે ઉભી થઈ છે ત્યારે તાકીદે આ નિર્ણય કરવા ખેડૂત આગેવાન ભીખાભાઈ જાજડિયા દ્વારા ખેડૂતો વતી માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here