રીસર્ચ એકસલન્સ એવોર્ડ-૨૦૨૦ મેળવતા નંદકુંવરબા કોલેજના પ્રોફેસર ડૉ. અલ્પેશ કોતર


મિલન કુવાડિયા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સલગ્ન નંદકુંવરબા મહિલા કૉલેજ, દેવરાજનગરના આર્ટ્સ વિભાગના આચાર્ય અને મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક ડૉ. અલ્પેશ કોતરે વર્ષ-૨૦૨૦માં સંશોધન ક્ષેત્રે સંશોધન પેપર રજુ કર્યા હતા અને તે સંશોધન પેપરની પસંદગી કર્ણાટક-બેંગ્લોરની નામાંકિત ઇન્સ્યુટયુટ ઓફ સ્કોલર્સ સંસ્થામાં થઇ હતી અને તે સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૦ માટે ડૉ. અલ્પેશ કોતરને રીસર્ચ એકસલન્સ એવોર્ડ-૨૦૨૦ એનાયત કરી તેને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મેનેજમેન્ટ એન્ડ સોશિયલ સ્ટડીઝના રિવ્યુવર તરીકે પણ નિયુક્તિ થઇ છે. જે સમગ્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી અને નંદકુંવરબા મહિલા કૉલેજ માટે ગૌરવની બાબત છે.

ડૉ. અલ્પેશ કોતરને આ એવોર્ડથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના કુલપતિ ડૉ. મહિપતસિંહ ચાવડા સાહેબ અને કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભરતસિંહ ગોહિલ સાહેબે સન્માનિત કર્યા હતા અને કોલેજના મેનેજીંગ ડાયરેક્ટ શ્રી રવિન્દ્રસિંહ સરવૈયા, શ્રી શૈલેન્દ્રસિંહ ગોહિલ અને સમગ્ર કૉલેજ પરિવાર તરફથી ડૉ. અલ્પેશ કોતરને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. આ એવોર્ડ મેળવી ડૉ. અલ્પેશ કોતરે તેનો સંપૂર્ણ શ્રેય પોતાના માર્ગદર્શક પ્રો. ડૉ. સુરેશભાઈ મકવાણા સાહેબ, સર્વે ગુરુજનો, કૉલેજ પરિવાર અને તેને સતત પ્રેરિત અને કાર્યશીલ રાખતા વિધાર્થીઓને આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here