ઉજવણી : ભાજપના સ્થાપના દિવસની ઉજવણી, સિહોર સહિત ભાવનગરમાં ત્રણ સ્થળો પર વીડિયો કોન્ફરન્સ યોજાઈ

હરેશ પવાર
6 એપ્રિલએ ભાજપના સ્થાપના દિવસ છે, સ્થાપના દિન નિમિત્તે સિહોર સહિત ભાવનગર શહેરના ત્રણ સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિઓ કોન્ફરન્સ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. સિહોર શહેર ટાઉન હોલ ખાતે પ્રદેશ હોદ્દેદારો, જીલ્લા હોદેદારો,મંડળ પ્રમુખ,મહામંત્રી,નગરપાલિકાના પ્રમુખ સહિત, ચુટાયેલા સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ કાર્યક્રમને સોશિયલ ડિસ્ટન્સી સાથે નિહાળ્યો હતો જ્યારે ભાવનગરમાં ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યું હતું.

જેમાં તખ્તેશ્વર ઝોન, ગોરીશંકર ઝોન, રૂવાપરી ઝોન વહેચવામાં આવ્યું હતું, તખ્તેશ્વર ઝોનમાં ભગવતી સર્કલ, કળિયાબીડ ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર મહામંત્રી અરુણભાઈ પટેલ, જ્યારે શહેરના બાલવાટિક ગૌરીશંકર ઝોન ખાતે મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી ડી.બી.ચુડાસમા અને રૂવાપરી ઝોન શિવાજી સર્કલ ખાતે રાજયમંત્રી વિભાવરીબેન દવે, મહામંત્રી યોગેશભાઈ બદાણી સહિતના સંગઠનના તમામ હોદેદારો, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, નગરસેવકો તથા પાર્ટીના કાર્યકરો ભાઈઓ-બહેનો વિડિઓ કોન્ફરન્સ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here