દર્દીઓ મરી રહ્યા છે, કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાના મુદ્દે ભાજપ-કોંગ્રેસની રાજનીતિ શરૂ

મિલન કુવાડિયા
કોરોનામાં સરકારની નિષ્ફળતા , સરકારી ભરતી, બેરોજગારી, શાળાની ફી માફી, મોઘવારી સહિતના મુદ્દાઓને લઇને સોશિયલ મિડીયામાં હેશટેગ પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાંય મને ખબર નથી તે મુદ્દો દેશભરમાં ટોપમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસો વધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું કહ્યું હતું કે,મને ખબર નથી. આ વાતને આગળ ધરીને કોંગ્રેસે સોશિયલ મિડીયામાં અભિયાન છેડયું હતું જે મુદ્દો ભારતના ટોપ ટેન ટ્રેન્ડમાં છવાયો હતો. રૂપાણી સામે ટ્વિટર પર ટ્રેન્ડ શરૂ થતાં આખરે ભાજપે પણ પાકી ખબર છે.

પાકી એ ટાઇટલ સાથે સોશિયલ મિડીયાના મેદાને ઉતરવું પડયુ છે. ટૂંકમાં , સોશિયલ મિડીયામાં ભાજપ-કોગ્રેસે વચ્ચે વૉર જામ્યો છે. ગુજરાતમાં હવે સુરતમાં કોરોના વકર્યો છે જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દોડી ગયા હતાં જયાં પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ એક પ્રશ્નનો એવો ઉત્તર પાઠવ્યો કે,મને કઇં ખબર નથી. બસ, આ વાતને કોંગ્રેસે જાણે મુદ્દો બનાવી ટ્વિટર પર અભિયાન છેડયુ હતું. આ અભિયાનને એવો પ્રતિસાદ મળ્યો કે,મને ખબર નથી એ ટ્રેન્ડ દેશભરમાં ત્રીજા સૃથાને રહ્યો હતો.આ વાત જાણીને ઘોર નિંદ્રામાં પોઢેલું ભાજપનુ આઇટી સેલ સફાળુ જાગ્યુ હતું.

પ્રદેશ નેતાઓએ આદેશ આપતાં આખરે ભાજપે મુખ્યમંત્રીના બચાવમાં ઉતરવુ પડયુ હતું. કોંગ્રેસના મને ખબર નથી તે અભિયાન સામે ભાજપે પાકી ખબર છે મને એ ટાઇટલ સાથે સોશિયલ મિડીયામાં જંગ છેડયો છે.આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસે સામ સામે આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પેટાચૂંટણીમાં ય સોશિયલ મિડીયા એક માત્ર  પ્રચાર માટે પ્લેટફોર્મ બની રહેવાનું છે ત્યારે અત્યારથી જ ભાજપ-કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ આગળ ધરીને રાજનીતિ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here