ભાજપના સ્‍થાપનાદિને સિહોરના નગરજનોને શુભેચ્‍છા પાઠવતા વિક્રમભાઈ નકુમ

શંખનાદ કાર્યાલય
સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે ભારતીય જનતા પાર્ટીના સ્‍થાપના દિને આનંદ અને ગૌરવની લાગણી સાથે શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું છે કે જેને હૈયે હંમેશા દેશનું હિત રહયું છે એવી ભારતીય જનતા પાર્ટીને ભારતની પ્રજાએ હોંશભેર આવકારી છે. સખત સંઘર્ષ અને સતત પરિશ્રમ જેના પાયામાં છે એ ભાજપ છેલ્લા ૪ર વર્ષોમાં કળીમાંથી ફુલ અને ફુલમાંથી આખુ ઉપવન બની ગયો છે. ભાજપની શાખાઓ પણ હવે ચોમેર વિસ્‍તરી છે. ભાજપા પાસે દેશપ્રેમની વિચારધારા છે તો સાંસ્‍કૃતિક રાષ્‍ટ્રવાદની નિષ્ઠા છે. સ્‍પષ્‍ટ નિતી અને અડીખમ સંકલ્‍પો છે. શ્રેષ્ઠતમ નાગરિકોની બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મૂલ્‍યનિષ્ઠ રાજનેતાઓની મોટી શ્રુંખલા છે.

તો કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી હરોળ છે. લોકતંત્ર પ્રત્‍યે નિષ્ઠા અને સકારાત્‍મક પંથ નિરપેક્ષતા એ ભાજપાની પંચનિષ્ઠાઓની મહત્‍વની નિષ્ઠાઓ છે.લોકોની સમસ્‍યાઓને વાચા આપવામાં ભાજપે કદી ઉદાસીનતા દાખવી નથી.દેશમાં નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટીએ નવા આયામો દ્વારા એક નવું જ હકારાત્‍મક વાતાવરણ ઉભું કર્યુ છે. ત્‍યારે દેશમાં  નરેન્‍દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહ,  જે.પી. નડ્ડા અને ગુજરાતમાં ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા શ્રી સી.આર. પાટીલજી અને મુકેશભાઈ લંગાળીયાના નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટી મજબુત બની રહી છે. તેમ જણાવી વિક્રમભાઈ નકુમે ભારતીય જનતા પાર્ટીના ૪રમાં સ્‍થાપના દિવસે સૌ કાર્યકર્તાઓ, શુભેચ્‍છકો અને નગરજનોને શુભકામનાઓ પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here