સિહોર અને પંથકમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા થનગનાટઃ કોરોના ગાઇડ લાઇન મુજબ કાર્યક્રમો યોજાશે

દેવરાજ ગોસ્વામી
આજે બોળચોથ સાથે શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થયો છે. આજે ગૌમાતાનું પૂજન કરવામાં આવે છે અને બાજરાની ઘુઘરી બનાવીને ખવડાવવામાં આવે છે સિહોર સહીત પંથકમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે થનગનાટ છવાયો છે અને કોરોના ગાઇડ લાઇન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાશે. સિહોરમાં બોળચોથના ગાયોનું પૂજન  તથા પ્રદક્ષિણા મહિલાઓ ફરે છે. શુક્રવારે નાગપાંચમને દિવસે શહેરના બધા જ મંદિરોમાં નાગદેવતાનું પૂજન થશે.

નાગપાંચમના દિવસે વ્રત અને પૂજન કરવાથી જન્મકુંડળીમાં નાગદોષ, પિતૃદોષ હોય તો રાહત મળે છે.  કાલે શુક્રવારે નાગપાંચમ, શનિવારે રાંધણછઠ્ઠ રવિવારે શીતળા સાતમ અને સોમવારે આઠમ એટલે કે જન્માષ્ટમી મનાવાશે. આજે શ્રાવણ વદ ચોથ છે. બહેનો દ્વારા આજે બોળચોથનું વ્રત રાખવામાં આવે છે. ગાય વાછરડાનું પૂજન કરી તેમને બાજરો નિરવામાં આવે છે. બહેનો આ દિવસે બપોરના એકટાણામાં બાજરો અને મગનું ધાન્ય ગ્રહણ કરે છે. આખા દિવસનું વ્રત રાખવામાં આવે છે. કોઇ સવારે ગૌ પૂજન કરે છે તો કોઇ ધણ છુટયાની સાંજની વેળાએ ગૌ પૂજન કરે છે. આમ આજથી જન્માષ્ટમી પર્વોત્સવનો પણ આરંભ થાય છે. કાલે નાગપંચમી, ત્યારબાદ રાંધણ છઠ, શીતળા સાતમ અને આઠમ એમ દરેક દિવસો ઉત્સવી બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here