બોરડી ગામે માતમ : ગામના તળાવમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત

નાનો ભાઈ ડૂબતા મોટો ભાઈ તેને બચાવવા ગયો અને દુર્ઘટના સર્જાઈ, બંને ભાઈઓના મોતથી નાનકડા બોરડી ગામમાં ઘેરો શોક

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
કાળને કોઈ કાળ હોતો નથી અકાળે બનતી અતિ કરુણ ઘટનાઓ હસતા ખેલતા પરિવારોને કાળ વીર વિખેર કરી ચાલ્યો જાય છે આજે સવારે બોરડી ગામના તળાવમાં અકાળે બનેલી દુર્ઘટનાંમાં આયુષકાર અને અજયના મોતથી ભારે માતમ છવાયું છે જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી મોતની અનેક ઘટનાઓ તાજેતરમાં બનવા પામી છે.ત્યારે આજે સિહોરના બોરડી ગામે બે સગા ભાઈઓના ડૂબી જતાં મોતની ઘટનાએ બોરડી ગામમાં સન્નાટો પ્રસરાવી દીધો છે.ધો.૧૦ અને ધો.૭ માં અભ્યાસ કરતા આયુષકાર અને અજય પરમાર નામના બે ભાઈઓના ડૂબી જતાં મોત નિપજયા હતા.બંને ની લાશ બહાર કાઢી પી.એમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.સારા ચોમાસાને પગલે ગોહિલવાડ ના મોટાભાગના નાના મોટા જળાશયો પાણીથી ભરાયેલા છે.

આ ભરાયેલા જળાશયો લોકો માટે આશીર્વાદરૂપ ની સાથે સાથે ઘાતક પણ સાબિત થઈ રહ્યા છે.આવા જળાશયો અને પુરના પાણીમાં તણાઈ જતા કે ડૂબી જતાં મોતની અનેક ઘટનાઓ તાજેતરમાં બનવા પામી છે ત્યારે આજે ડૂબી જવાથી બે બાળકોની ઘટના એ ભારે અરેરાટી ફેલાવી છે.સિહોરના બોરડી ગામે રહેતા આયુષકાર અને અજય પરમાર નામના બે ભાઈઓ તળાવમાં ન્હાવા પડ્યા હતા.જેમાં નાનો ભાઈ પાણીમાં ડૂબવા લાગતા મોટો ભાઈ તેને બચાવવા ગયો હતો જે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંને ભાઈઓના કરુણ મોત નિપજયા હતા.આ બનાવ ને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા તેમજ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.સ્થાનિક તરવૈયા એ બને ભાઈઓ ની લાશ બહાર કાઢી હતી.જ્યારે આ બનાવ ને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.બે ભાઈઓના મોત ને પગલે માતા પિતા અને બહેન શોકમાં ગરકાવ થઈ ગયા હતા.જ્યારે લાશ ને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here