બોટાદના નાના સેડા ગામે નદી પાસે રમતા ચાર બાળકો પાણીમાં ડૂબ્યા, ચારેયના મોત, અરેરાટી

ઓન ધ સ્પોટ – રાત્રે ૮ વાગે..મિલન કુવાડિયા

અતિ કરુણ ઘટનાની મળતી વિગત મુજબ બોટાદના નાના સેડા ગામે નદી પાસે રમતા રમતા ચાર બાળકો પાણીમાં ડૂબ્યા છે અને તમામ મોતને ભેટ્યા છે દુઃખદ ઘટનાની પ્રાથમિક વિગત એવી છે કે બોટાદના પાળીયાદ તાબેના સેડા ગામે ખેતીમાં મજૂરી કરતા મજૂરોના ચાર બાળકો ભાદર નદીમાં નાહવા પડતા સમીસાંજે ચારે બાળકોને કાળ આંબી ગયો હતો.

નાહવા પડેલા ચારે બાળકોમાં ૯,૧૧ અને ૬ વર્ષીની બાળકી અને ૭ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં આસપાસ ના વાડી વાળા અને ફાયર સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ચારેય બાળકોના મૃતદેહ ને બહાર કાઢીને પાળીયાદ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવેલ..ચાર કુમળા બાળકોના એક સાથે મોતના સમાચારથી પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here