લાઠીદડ ગામે અડધી રાતે મળી આવેલ બાળકનું દાદા દાદી સાથે મિલન કરાવ્યું

નિલેશ આહીર
શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી બોટાદ ચાઈલ્ડ હેલ્પ લાઈન માં કાલે મોડી રાત્રે એક ફોન આવેલ. તેમાં એક બાળક લાઠીદળ ગમે રામપીર ના આખ્યાન માં મળી આવેલ.ત્યાર બાદ અમે CWC, સમાજ સુરક્ષા અધિકારી અને બાળ એકમ ને તેની જાણ કરી દીધેલી. ટિમ દ્વારા ત્યાં પહોંચી તપાસ કરતા બાળક ની ઉમર ૪ વર્ષ ની હતી.બાળક બોવજ ગભરાયેલું હતું.ત્યાંથી તે બાળકને લઈ બોટાદ પોલીસ સ્ટેશને બાળકની પોલીસ પોથીમાં નોંધણી કરવી.થોડીવાર પછી જે બાળક ખોવાયેલું હતું તેના દાદા-દાદી ખોયેલ બાળક અને તેના માતા ની રિપોર્ટ લખવા આવેલ.થોડીજ વાર માં તેણે બાળક ને ત્યાં જોયું.તેમને અમારી ટીમ ને કહેવામાં આવ્યું કે આ બાળક અમારું છે.ટિમ દ્વારા બાળક CWC અને બાળ એકમ અને સમાજ સુરક્ષા અધિકારીની કમિટી ને બોલવામાં આવી.અને બાળક ના આધાર પુરાવા મંગાવી તેમને તેનું બાળક સોંપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here