બોટાદ જિલ્લા પોલીસનું અદભુત કામગીરી, 9 જેટલા શખ્સો ગિરફ્તાર, પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો, જિલ્લા પોલીસવડા અને ટીમની કાબીલેતારીફ કામગીરી

રઘુવીર મકવાણા
ઢસા માં ગત તા.16 એપ્રિલના રોજ આર મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારીના બાઇક ને કારમાં આવેલા લૂંટારુઓ ટક્કર મારી બાઇક પરથી પછાડી દઈ રૂ.28 ની લુંટના બનાવનો ભેદ ઉકેલી કુલ નવ આરોપીઓને લુંટના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમેં ઝડપી પાડયા છે. ઢસામાં આવેલ આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જનાર કર્મચારી હર્ષદજી ઉમેશજી રાજપુત તા .૧૬ / ૦૪ / ૨૦૨૨ ના રોજ ઢસા મુકામેથી ગારીયાધર મો.સા. લઇને પાર્સલ ડીલીવરી માટે જતા તે દરમ્યાન હુંડાઇ કંપનીની એસેન્ટ ફોર વ્હીલ કારમાં આશરે ત્રણ થી ચાર ઇસમોએ મો.સા.ને ટક્કર મારી તેઓને મો.સા. સાથે નીચે પાડી ગાડીમાં આવેલ માણસોએ આંગડીયા પેઢીના રફ હીરાના પાર્સલ ૪૫ / – કિ.રૂ. ૧૧,૦૭,૦૦૦ / – તથા રોકડા રૂપીયા ૧૬,૭૯,૩૮૫ / – તથા સોનાનુ પાર્સલ -૧ કિ.રૂ. ૨૪,૭૯૦ / -ના મળી કુલ કિ.રૂ. ૨૮,૧૧,૧૭૫ / -ના મુદામાલ ની લુંટ ચલાવી હતી.

જે બનાવમાં પોલીસે ઇ.પી.કો. ક . ૩૯૪ , ૧૨૦ ( બી ) , ૩૪ મુજબ ગુન્હો નોંધી લૂંટારુઓ ને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી. જેમાં બોટાદ એલ.સી.બી. ટીમ દ્રારા પુછપરછ અને ગાડીના વર્ણન તથા ગાડી કઇ દિશામાં ગયેલ તે અનુસંધાને તપાસ કરતા ગાડી જે રસ્તેથી પસાર થયેલ તે રસ્તે આવેલ તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરતા લુંટના ગુન્હામાં ઉપયોગ થયેલ એસેન્ટ ગાડીનો રૂટ નક્કિ થયેલ અને દરમ્યાન ગઢાળી ગામ પહેલા રોડ ઉપર થી લૂંટમાં ગયેલ હીરાના બે પાર્સલ મળેલ અને આ ગાડી બોટાદમાંથી પસાર થયેલ હોવાનો અંદાજ આવતા બોટાદ જીલ્લામાં નેત્રમ પ્રોજેક્ટની મદદ લઇ એસેન્ટ કાર નંબર જી.જે , ૦૧ KB ૩૦૧૧ શોધી તેના મૂળ માલિક સુધી તપાસનું પગેરું લંબાવી તપાસમાં આ કાર કડી ખાતે ની હોવાનું જણાતા

મહેસાણા એસ.ઓ.જી. ટીમના સહકારથી લૂંટના 9 આરોપીઓ અને લુંટમાં ગયેલ હીરાના પાર્સલ નંગ -૩૧ તથા રોકડા રૂપીયા ૯,૩૮,૦૦૦ / – હસ્તગત કર્યા હતા. જેમાં લૂંટની ટીપ આપનાર, રેકી કરનાર, વોચમાં રહેનાર અને લૂંટને અંજામ આપનાર ઢસા ગામના મોહબતભાઈ ભીખાભાઈ રાઠોડ, કડીના કંજરી ગામના સલીમભાઈ જીવાભાઇ, કડી તાલુકાના અગોલા ગામના અરવિંદજી ઉર્ફે ગડો દેવુજી ઠાકોર, મહેસાણા જિલ્લાના ભટાસણા ગામનો આમીન અલી ઉર્ફે હારૂન ઇબ્રાહીમભાઇ સૈયદ, મહેસાણા જિલ્લાના નોંધણજ ગામનો ભરતજી કાનાજી ઠાકોર, કડી રહેતો સોહિલભાઈ મુસ્તાકભાઈ શેખ, કડી રહેતો શાહરૂખભાઈ ઉર્ફે લાલો મહંમદમીયા મલેક, કડી રહેતો ઝાકીર હુસૈન ઉર્ફે સુલતાન ખલીફા અને કડી રહેતો સફરાજમીયા ઉર્ફે ટોપે ટોપ ફતુમીયા પઠાણ સહિતના 9 આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here