બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ ઉપર થયેલ હુમલાની ઘટનાને લઈ દલિત સમાજમાં રોષ : એસપીને આવેદન પાઠવી રજુઆત

હરેશ પવાર
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના બોટાદ જિલ્લાના પ્રમુખ કિર્તી ભાઇ ચાવડા ઉપર હુમલો કરવામાં આવ્યો તે રાત્રીના સમયે દલિત સમાજ ની જાગૃતતા મીટિંગ લેવા ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહ્યા હતા. ત્યારે જાળિલા ગામથી દુર જાતા કોઇ પણ અજાણ્યા શખ્સો એ સામેથી ટુવ્હીલર વાળા એ ડ્રાઈવર સાઇડ કાચ ફોડી નાખ્યા જેના કારણે ચાલુ ગાડી એ સ્ટીયરીંગ કાબુ મા નહી રહેતા ફોરવ્હીલર ઝાડ સાથે અથડાઈ હતી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના બોટાદ જિલ્લાના પ્રમુખ કિર્તી ભાઇ ચાવડા ચાવડા અને તેમના સાથીઓ ને ઈજા પહોંચી હતી.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જમીન અધિકાર આંદોલન દલિતો ના અધિકાર માટે આંદોલન કરેછે તેની દાઝ રાખી હુમલાનો પ્રયાસ કરેલ છે આ અગાઉ દલિત સમાજ ના મનજી ભાઇ સોલંકી (જાળીલા) ની આવીજ રીતે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી ગુજરાત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના આગેવાનો આને ગુજરાત ના દલિત સમાજ ના લોકો ઉપર હુમલા ઓ થાય તે ગંભીર બાબત છે કિર્તી ભાઇ ચાવડા ઉપર થયેલ હુમલા પ્રકરણમાં સંડોવાયેલા ઉપર ફરીયાદ થાય અને તપાસ કરી તેની ઘરપકડ કરવા માં આવે આ કેશ ને અમુક લોકો એક્સિડન્ટ મા ખપાવવા માંગે છે.

પરંતુ રાત્રીના સમયે દલિત સમાજ ના આગેવાનો સમાજ ના કામે જિવ ના જોખમે કામ કરે છે તેને પોલીસ રક્ષણ આપવા આવે તેવી રજૂઆત કરવા માં આવી છે બીજા બનાવમાં ગઢડા વિધાનસભા ચૂંટણીમાં મતદાન ના દિવસે ગઢડા માં મતદાન બુથ ઉપર દલિત સમાજ ના વ્યક્તિ ઉપર પોલીસ ની હાજરી માં પોલીસ ની લાકડી જુંટવી માથાભારે શખ્સો હુમલો કરે પોલીસ મુકસેવક બની તમાસો જોવે આરોપી ઓ ની હિંમત જોવો પોલીસ ની હાજરી માં દલિતો ઉપર હુમલો કરવામાં આવ્યો.

ફરીયાદ નોંધાવવા માટે ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી એ જાહેર કરવુ પડે કે ફરીયાદ દાખલ કરાવવા માટે આંદોલન કરવુ પડે બોટાદ જિલ્લામાં દલિત સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે તે બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક બોટાદ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ અગ્રણી માવજી ભાઇ સરવૈયા હષૅદભાઇ બંભણીયા દિપક ભાઇ સોલંકી (જાળીલા) ડુંગરભાઈ સોલંકી અરવિંદભાઇ મકવાણા સહીત ના આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here