ભાવનગર શહેર નજીકના બુધેલ ગામે ગત માસે શિપબ્રેકરો પર હુમલો કરવાના બનેલા બનાવ સિવાયના નોંધાયેલા અન્ય બે ગુનાઆેમાં નાસતા ફરતા આરોપીઆેને આશરો આપનાર અને તેને ભાગવાની સવલતો પુરી પાડનાર શખ્સને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે ઝડપી લીધો હતો.

 

શંખનાદ કાર્યાલય
બુધેલ ગામે ગત તા.13મીના રોજ કાર આેવરટેક કરવાના મામલે શિપબ્રેકરો અને કારના ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવ્યાની ઘટનાના હાલ ફરાર બનેલ બુધેલ ગ્રામ પંચાયતના પૂર્વ અને વર્તમાન સરપંચ દાનશંગ મોરી અને ભવાનીસિંહ મોરી સહિતનાઆે વિરોધ વરતેજ પોલીસ મથકમાં નાેંધાયેલા અન્ય બે ગુનાઆેમાં નાસતા ફરતા આરોપીઆેને આશરો આપવા તેમજ તમામને ભાગી છુટવામાં તેની સવલતો પુરી પાડવાના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે લાલભા ઉર્ફે વનરાજસિંહ ઉર્ફે લાલો મનુભાઇ હમજીભાઇ પરમાર (રે દેવગાણા, તા.સિહોર, જિ.ભાવનગર)ને ઝડપી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here