પત્રકારો શિક્ષકો ફોરેસ્ટ વિભાગોના સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યા, તેજાણી સ્કૂલ સમગ્ર ગુજરાતમાં લોકડાઉન સમયે આખાઈ વર્ષની ફી માફ કરનારી પ્રથમ સ્કૂલ છે


વિશાલ સાગઠિયા
સિહોરના બુઢળા ગામેં આવેલી તેજાણી સ્કૂલ આખાઈ વર્ષની ફી માફી બાદ સમગ્ર રાજ્યમાં જાણીતી બની છે બુઢણા ગામે ડી.બી તેજાણી વિદ્યા સંકુલ ખાતે આજરોજ નશાબંધી સપ્તાહની ઉજવણી નો પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવજીવન કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં નશાબંધી અને આબકારી ખાતાં દ્વારા નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં શેત્રુંજી સીટી પાલીતાણા, નવજીવન કેળવણી મંડળ બુઢણા ના હોદ્દેદારો સહિતની ઉપસ્થિતિમાં નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી તેમજ કોરોના કાળ દરમિયાન પોતાની જીવની ખેવના કર્યા વગર સેવા બજાવનાર શિક્ષકો અને પત્રકાર મિત્રો તેમજ ફોરેસ્ટ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં પાલીતાણાના પત્રકાર મિત્રો, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં ડી.એમ.જયસ્વાલ, નીરવ બારડ,લાલજીભાઈ સોલંકી,હાર્દિકભાઈ ગોહેલ,ચેતનભાઈ દેવલુક,હેમાબેન કડેલ,સુનિતાબેન ડાકી,એ.ડી.બ્લોસ સહિતના આગેવાનો હોદ્દેદાર ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here