બુધેલના સરપંચ ને હોદ્દા પરથી દુર કરવા ડીડીઓ એ કર્યો હુકમ.
શંખનાદ કાર્યાલય
થોડા સમય અગાઉ ભાવનગરના બુધેલ નજીક શિપબ્રેકરો પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા અને લાંબી સમય ફરાર રહ્યા બાદ પોલીસના હાથે ઝડપાયેલા બુધેલ ગામના સરપંચને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે લેખિત ઓર્ડર કરી બુધેલ ના સરપંચ ભવાનીસીંગ મોરી ને સરપંચ પદ ના હોદ્દા પરથી દૂર કરવા હુકમ કર્યો છે. બુધેલના સરપંચ ભવાનીસિંગ દ્વારા વારંવાર નૈતિક અધ:પતન ના ગુન્હા સબબ ફોજદારી ગુનો નોંધાયો હોય જે માટે તેને સરપંચ પદે થી દુર કરતો હુકમ કર્યો છે.