સિહોર શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીનાં તહેવારોને કોરોનાનું ગ્રહણ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સાથે જિલ્લામાં જન્માષ્ટમીનાં તહેવારો પર અનેરો ધમધમાટ જોવા મળતો હોય છે પરિવાર સાથે હરવા – ફરવા લોકો નીકળી પડતા હોય છે. એસટી, ખાનગી બસોમાં બુકીંગ મળતા હોતા નથી પરંતુ આ વખતે તહેવારોોને કોરોનાનું ગ્રહપણ લાગ્યુ છે. આ સિઝન ખાનગી કાર અને બસોનાં સંચાલકો માટે કમાવાની સિઝન હોય છે તેના બદલે સાવ ધંધા ઠપ થઈ ગયા છે કોઈ બુંકીંગ મળતા ન હોય મોટો આર્થિક ફટકો પડયો છે. સાતમ – આઠમનાં તહેવારો પર સિહોર સહિત સોૈરાષ્ટ્રનાં બસ સ્ટેશનોમાં પેસેન્જરોનાં ટોળા જોવા મળતા હોય છે.

બસોમાં પગ મુકવાની જગ્યા ન હોય તેવો ટ્રાફિક જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. બસ સ્ટેશનમાં કાગડા ઉડી રહયા છે. જન્માષ્ટમીનાં આ તહેવારો પર એકસ્ટ્રા બસો મુકવાની વ્યવસ્થા કરવી પડતી હોય છે તેના બદલે હાલ જે પ૦ ટકા રુટો ચાલુ થયા છે તેમાં પણ  ટ્રાફિક મળતો નથી. એક બસમાં પંદર – વીસ મુસાફરો પણ મળતા નથી. વડોદરા, મુંબઈ કે અમદાવાદ દુરનાં સ્થળો તો ઠીક જિલ્લાનો ટ્રાફિક પણ નથી. તહેવારો પર આવી એસ ટી ખાલી દોડતી હોય તેવુ પહેલીવાર બન્યુ છે. આવી જ હાલત ખાનગી બસોની છેે. સામાન્ય રીતે તહેવારોની આ સિઝનમાં રાજસ્થાન , મુંબઈ અને સુરત તરફની ખાનગીર્સોમાં આઠ – દસ દિવસ પહેલાથી બુકીંગ થઈ જતા હોય છે પરંતુ આ વર્ષે સાવ ખાલી છે ટિકીટો જ બુક થતી નથી.

ચારેક મહિનાથી ખાનગી બસોની આવી હાલત છે. જન્માષ્ટમીનાં તહેવારો પર સિઝન ખુલશે અને ધંધા ફરી ધીરે ધીરે શરુ થશે તેવી આશા હતી પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા ખાનગી કારમાં મુસાફરી કરવા કોઈ તૈયાર થતુ નથી. ખાનગી બસોમાં દસેક માંડ પેસેન્જર થાય છે અનેક બસો લાંબા સમયથી બંધ છે તેના મેઈન્ટેનન્સ અને સ્ટાફનાં ખર્ચા ચડતા જાય છે. ટ્રાવેર્લ્સનાં બિઝનેસને ફરી બેઠો કરતા મહિનાઓ નીકળી જશે. તહેવારો પર ચાર – પાંચ દિવસ ધંધા – રોજગાર બંધ હોય લોકો ખાનગી કાર ભાડે કરીને ફરવા નીકળી જતા હોય છે.

અને ટ્રાવેલ્સ સંચાલકો લોકોની ગરજનો ગેરલાભ લઈને ભાડા વધારી દેતા હોય છે, પરતુ આ વર્ષે કાર ભાડે આપનારા પણ નવરા બેઠા છે ધંધા નથી. કાર ભાડે આપનારાઓનાં જણાંવ્યા મુજબ કોઈ બુકીંગ જ મળતુ નથી. છેલ્લા માર્ચથી ધંધા ઠપ છે. ડ્રાઈવરોનાં પગાર પણ માંડ માંડ નીકળે તેવી હાલત છે. લોકો બહાર નીકળવાનું ટાળી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here