ભાવનગર એલ.સી.બી સ્ટાફના અનિભાઈ બીજલભાઈને હાથે લાગી મોટી સફળતા : રાજન મૂળ જૂનાગઢના વંથલી ગામનો છે

દેવરાજ બુધેલિયા
હજુ બે દિવસ પૂર્વે સિહોરમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. એ દિવસના હજુ બે ત્રણ દિવસ માંડ થયા છે ત્યાં આજે ભાવનગર એલ.સી.બી વિભાગની ટિમ દ્વારા વલભીપુર નજીક ચમારડી ગામથી જુનાગઢ ના વંથલી ગામના ડફેર રાજન સુલેમાન ઉ.વ.૩૫ ને માલુભા દરબાર ની હોટેલ પાછળની વાડી વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દેશી જામગરી નંગ ૨ સાથે ઝડપી લીધેલ હતો. જામગરી અંગે કોઈ પરવાનો ન મળતા તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ મથકમાં સોંપી દેવામાં આવેલ. આ કામગીરી માં એલ.સી.બી.સ્ટાફના હેડ.કો.અનિરુદ્ધસિંહ ગોહિલ, જયદાનભાઈ લાંગાવદરા, પો.કો.બીજલભાઈ કરમટિયા, શક્તિસિંહ સરવૈયા તથા ડ્રાઇવર હારીતસિંહ ગોહિલ સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here