ચિત્રા અકસ્માત માં મૃત્યુ પામેલી દિયાના પરિવારને રોકડ સહાય કરો – જીજ્ઞેશ મેવાણી

શંખનાદ કાર્યાલય
ભાવનગર સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્રા ખાતે ધોરણ ૨ માં અભ્યાસ કરતી દલિત સમાજની ફૂલ જેવી દિકરી દિયા મુકેશભાઈ વાઢેર નું તા.૧૪-૨-૨૦૨૦નું બસના ડ્રાઈવરની બેદરકારી અને ગંભીર ભૂલના કારણે દિકરી દિયા અકસ્માતનો ભોગ બની હતી અને મૃત્યુ પામી હતી. મૃતક વિધાર્થીનીના માતાપિતા ગરીબ છે. ત્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ને આર્થિક સહાય કરવા માટે લેખિતમાં પત્ર લખ્યો હતો. અગાઉ રંઘોલા ગામે થયેલ અકસ્માતમાં પણ મૃતક પરિવારોને સહાય કરવામાં આવી હતી. તો આ કેસમાં પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ કરવા જીજ્ઞેશ મેવાણી દ્વારા વિનંતી પત્ર મોકલવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here