ટમેટા ના ભાવો ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં, ટમેટા વીણવા ની મજુરી પડી રહી છે ખેડૂતોને મોંધી.

ટમેટા ને પશુધનને હવાલે કરવનું વિચારી રહ્યા છે ખેડૂતો, ઓર્ગેનિક ટમેટાના ભાવો પણ નથી મળતા ખેડૂતોને.

દેવરાજ બુધેલીયા
એક સમયે માર્કેટમાં ૧૦૦ રૂ. કિલો વેચાણ થતા ટમેટા હાલ બે રૂ.કિલો વેચાણ થઇ રહ્યા છે. ભાવનગરમાં ટમેટા ના ભાવોમાં ઘટાડો થતા હવે ખેડૂતો માટે આ ટમેટા બોઝા રૂપ બની ગયા છે. વાડી માંથી ટમેટા ને યાર્ડમાં વેચાણ માં લઇ જવા કરતા તેને વીણવા ની મજુરી મોંઘી થતા હાલ ખેડૂતો આ ટમેટા તેના પશુધનના ઘાસચારા માં ઉપયોગમાં લઇ રહ્યા છે. ટમેટા હાલ એટલા સસ્તા થઇ ગયા છે કે તેને વાડી માંથી વીણી અને યાર્ડમાં વેચાણ માં લઇ જવાની મજુરી પણ મોંઘી પડી રહી છે.

થોડા સમય અગાઉ ટમેટા ના ભાવ તેના કલર ની જેમ જ લાલચોળ થયા હતા અને ૧૦૦ રૂ. પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યા હતા. સમય જતા હાલ ટમેટા ના ભાવ બે રૂ. કિલો ના ભાવે યાર્ડમાં વેચાઈ રહ્યા છે. જે સારી ક્વોલીટી હોય તો જયારે સેકંડ નંબર નો માલ તો ફેંકી દેવો પડે કે માલઢોર ને ઘાસચારા માં આપી દેવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.બીજી બાજુ કોબી અને ફ્લાવર ના ભાવો પણ તળિયે બેસી ગયા છે ટામેટા ની જેમ કોબી, ફ્લાવર પણ વેચાઈ રહ્યા છે ૧ અને ૨ રૂપિયે કિલો. અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં કોબી, ફ્લાવર અને ટમેટા નું વાવેતર કરેલ છે.

ખેતરે થી યાર્ડ સુધી લઇ જવાનો ખર્ચ પોટકા દીઠ ૭ રૂપિયા ચૂકવવો પડે છે ખેડૂતો ને, જયારે તે માત્ર ૧૦ રૂપિયા ૧૦ કિલો પોટકા ના ભાવે વેચાઈ રહ્યા છે, જયારે તેની વાવણી થી લઈને જાળવણી કરવી અને તેને લણવાની ૨૦૦ રૂપિયા મજુરી ચૂકવ્યા બાદ હાલતો ટમેટા ખેડૂતોને માથે પડી રહયા છે. જેથી ખેડૂતોએ તેની જાળવણી લેવાનું બંધ કરી દીધું છે અને આ ટમેટા ના વાવેતર ને સીધું જ પશુધન ના હવાલે કરવાનો વિચાર પણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here