આજ દિન સુધી એક પણ ગ્રાન્ટ ગામને ન ફાળવી હોવાનો ગ્રામજનોનો કકળાટ


બ્રિજેશ ગૌવસમી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વધુ માં વધુ મતો મેળવવા માટે બધા ઉમેદવાર રાત દિવસ દોડી ને શામ દામ દંડ ભેદની નીતિઓ વાપરીને મતદારોને રીઝવવા માં લાગી ગયા છે. ત્યારે આજે વલ્લભીપુરના ચોગઠ ગ્રામ પંચાયતના થાપનાથ મહાદેવ કે જ્યાં થાપનાથ ગામ આવેલ છે અહીંના ૮૫ મતદારો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અહીં થાપનાથ મંદિર ના મહંત પ્રવીણગિરી નું કહેવું છે કે આટલા વર્ષોમાં તાલુકા કે જિલ્લા પંચાયતમાંથી એક પણ ગ્રાન્ટ ને ગામના વિકાસ માટે ફાળવવા આવી નથી. જેવું ગામ પહેલા હતું તેવું જ અત્યારે છે. અહીંના લોકો વિકાસ માટે ઝંખી રહ્યા છે. સરકારના મોઢે માત્ર વિકાસની વાતો સંભળાય છે પણ ગામડાઓમાં દેખાતી નથી. ત્યારે આ ગામના ૮૫ મત કોઈ પણ પક્ષની હાર કે જીત માટે મહત્વના રહેશે તે નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here