વિશેષ પેકેજ જાહેર કરવા ખેડૂતો કરી રહ્યા છે માંગ, ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતા ખેડુતોની હાલત કફોડી થઈ ગઈ

ગ્રાઉન્ડ રિપોર્ટ : નિલેશ આહીર
ચાલુ વર્ષે સિહોર નજીકના ઉમરાળા અને વલ્લભીપુર વિસ્તારોમાં ચોમાસામાં અતિ ભારે વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતા ખેડૂતોને પારાવાર આર્થિક નુકશાન વેઠવુ પડશે ઉમરાળા વલ્લભીપુર વિસ્તારમાં રંઘોળી અને કાળુભાર ડેમ વિસ્તારોમાં ઉપરવાસમાં અતિ ભારે વરસાદથી ઓવરફલો થતા વારંવાર પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી કિંમતી પાક નાશ પામેલ છે. આ ડેમનું પાણી ચોગઠ ડંભાળીયા ટીંબા સહિતના ગામડાઓમાં ફરી વળતા કપાસ, મગફળી, તલ, મગ, મઠ, બાજરી જુવાર જેવા પાકોમાં અતિ વરસાદ તથા ડેમના પાણીથી નાશ પામ્યા છે.

બંને ડેમ વરસાદના કારણે ઓવરફલો થતા તેમાં પુષ્કળ પાણી છોડવામાં આવતા આ પાણી ઉમરાળા વલ્લભીપુર અને ભાલના ગામોમાં મોટા પ્રમાણમાં પાણી ફરી વળવાથી ખેતીના પાકોનો સોથ વળી ગયો છે કોરોનાને કારણે ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ પણ મળેલ નથી. આમ, ખેડૂતો ઉપર પડયા ઉપર પાટુનો ઘાટ ઘડાયો છે. તેથી સરકાર દ્વારા આ તમામ તાલુકાઓમાં સર્વે કરાવી મુખ્યમંત્રી પાક સહાય યોજના હેઠળ જાહેર કર્યા મુજબની સહાય ચૂકવવામાં આવે ઉપરાંત વિશેષ પેકેજ આપી જમીન ધોવાણ થયેલા ખેડૂતો માટે જમીન સુધારણા માટેના વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માંગ ખેડૂત સાથે આગેવાનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here