બેને બચાવવા જતા બે કુદયા હતા, ચારેયના મોતથી અરેરાટી : આજે વધુ બે લાશો મળી આવી, ચોગઠમાં શોક છવાયો


નિલેશ આહીર
ચોગઠ ગામે આવેલ કાળુભાર નદીમાં ન્હાવા પડેલ બે બાળકો નદીના પાણીમાં ડુબવા લાગેલ તેને બચાવવા નદીમાં છલાંગ લગાવેલ અન્ય બે વ્યક્તિ પણ ડુબી જતા નાનકડા એવા ગામમાં એકસાથે ચાર લોકોના મોત નિપજ્યા છે ચોગઠ ગામે રહેતા દર્શન મનજીભાઇ ડાભી (ઉ.વ.16)તથા દર્શન રાજુભાઇ કંડોલીયા (ઉ.વ.19)કાળુભાર નદીની પાસેની વાડીમાં કપાસ વીણવાનુ કામ કરતા હોય ત્યાથી નદીમાં ન્હાવા પડેલ અને લપસણી માટીને કરાણે પગ લપસતા બન્ને નદીમાં ડુબવા લાગેલ બન્નેને ડુબતા જોઇ પાસેની વાડીમાં કામ કરતા સુરેશભાઇ અરજણભાઇ જાદવ (ઉ.વ.43 રતનપર, હાલ.રે.ચોગઠ) તેમને બચાવવા નદીમાં છલાંગ લગાવી પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તેઓ ડુબવા લાગ્યા હતા અને ત્રણેય લોકો ડુબવા લાગેલ જેને બચાવવા નજીકમાં વાડીમાં કામ કરતા દિનેશભાઇ પરશોતમભાઇ ચૌહાણે (ઉ.વ.45)પણ નદીમાં ડુબકી લગાવી અને તેઓ પણ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. કાલુભાર નદીમાં ગરકાવ થયેલા ૪ યુવાનો પૈકી ૨ યુવાનો ની લાશ મળી આવી હતી જ્યારે અન્ય ૨ યુવાનો ની શોધખોળ શરૂ હતી.જેમાં ગત રાત્રીના અંધારું થઈ જતા આજે સવારે ફરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને જેના નદીમાં ગરકાવ દિનેશ ચૌહાણ અને દર્શન ની લાશ મળી આવી હતી.આમ કાલુભાર નદીમાં ગરકાવ ચારેય યુવાનોના મોત ની ઘટના થી ચોગઠ ગામમાં શોક છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here