મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચોગઠ ગામે રવિવારે આપશે ખાસ હાજરી, મુખ્યમંત્રી સાથે અનેક દિગ્ગજો નેતાઓ અભિનેતા કલાકારો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે, ડે કલેકટર રાજેશ ચૌહાણ સહિત તંત્ર ટીમે કરી સ્થળ વિઝીટ

સલીમ બરફવાળા
આગામી તારીખ ૧મીના પરમ દિવસે રવિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ચોગઠ ગામે હાજરી આપશે જેને લઈ તંત્ર વિભાગોમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે સિહોરના ઘાંઘળી નજીક આવેલ ચોગઠ ગામે તા.૧મી પરમ દિવસ રવિવારના રોજ રામભાઈ રાવળદેવની સમાધી નવ નિર્માણ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અતિથિ તરીકે ખાસ હાજરી આપશે રામભાઈ રાવળની સમાધી નવ નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવણી થશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે સાથે અનેક રાજકીય દિગ્ગજો નેતાઓ અભિનેતાઓ કલાકારોને કાર્યક્રમમાં આમંત્રિત કરાયા છે કાર્યક્રમને લઈ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું જેમાં કિર્તીદાન ગઠવી માયાભાઈ આહીર સહિતના કલાકારો ચોગઠની ભૂમિ પર ડાયરાની રંગત જમાવશે કલાકારોનો મેળાવડો જામશે ગુજરાતી અભિનેતા હિતેન કનોડિયા અને ઈશ્વરભાઈ સમીકર પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ચોગઠ કાર્યક્રમને લઈ તંત્ર પણ એલર્ડ બન્યું છે સરકારી વિભાગોમાં કામોનો ધમધમાટ શરૂ થયો છે સીએમ કાર્યક્રમને લઈ આજે નાયબ કલેકટર રાજેશ ચૌહાણ અને ટિમ પોલીસ તંત્રએ સ્થળ વિઝીટ કરી હતી અને કાર્યક્રમ સ્થળ પર ઝીણવટ ભરી તપાસ કરીને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here