ચોરવડલા ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનું કડક પાલન

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર દેશમાં લોકડાઉન નું પાલન પ્રશાશન દ્વારા કડક પણે કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ રાત દિવસ જાગીને લોકોને લોકડાઉન ના અમલ કરવા માટે દંડ કરી ને સમજાવી રહ્યા છે. ત્યારે સિહોરના ચોરવડલા ગામે સરપંચ અને ગ્રામજનો દ્વારા પોતાના ગામની સુરક્ષા માટે ગામની ફરતે નાકાબંધી કરીને કડક રીતે સ્વયંભૂ લોકડાઉન નું અમલ કરી રહ્યા છે. ચોરવડલાના લોકો તેમજ સરપંચ દ્રારા ચોરવડલા ગામમાં થી પસાર થતા રસ્તા બ્લોક કરવામાં આવે છે અને બિન જરૂરી લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

જેના હિસાબે ગામે સ્વયંભુ બધા રસ્તા પર ચેક પોસ્ટ બનાવેલ છે અને અંત્યત જરૂરી કામે આવતા જતા લોકોને સેનેટાઈઝર થી હાથ ધોવડાવી પછીજ ચોરવડલા ગામનાં રહેવાસીને ત્યાં બહાર ગામના કોઈ પણ સગાવ્હાલાને આવવાની સંપુર્ણ પણે પ્રતિબંધ છે.આ કામમાં ગામના આગેવાન કે.ડે.દહિયા(સમય મિડિયા),ગોહિલ દિનેશભાઈ શ્યામજીભાઈ(સરપંચશ્રી)અને ગામ જનોએ ભારે મહેનત કરેલ છે.અને સોનગઢ પી.એસ.આઈ વાધેલા પણ આ કાર્યમાં પ્રોત્સાહન આપી અને ચોરવડલા ગામમાં કોરોનાનો પ્રવેશ ન થાય તેવો પ્રયાસ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here