મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા પછી બરવાળા તાલુકાના શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામની સૌપ્રથમ વખત શુભેચ્છા મુલાકાત

મિલન કુવાડિયા
આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્વામિનારાયણ ભગવાનની વિચરણ ભૂમિ કુંડળધામમાં ખાતે સ્વામિનારાયણ મંદિર તથા કુંડલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી ઐતિહાસિક દરબારગઢ , ગોપીનાથજી ગૌશાળા વગેરે સ્થળોની મુલાકાત લઇ આ પ્રસંગે યોજાનાર વિશિષ્ટ સભામાં ઉપસ્થિત રહેશે તારીખ ૨૩ મી ને શનિવારે સવારે ૧૦ : ૪૫ કલાકે આગમન અને ભવ્ય સ્વાગત કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યનો પદભાર સંભાળ્યા પછી સૌપ્રથમ આવતીકાલે તારીખ ૨૩ મી ને શનિવારે ઐતિહાસિક તીર્થ કુંડળધામની મુલાકાતે આવી રહ્યા છે.

તેઓશ્રી કુંડળધામના વિશાળ કેમ્પસમાં આવેલા મંદિરમાં દર્શન કરી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે . ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા કુંડલેશ્વર મહાદેવજીની પૂજા – અર્ચના સાથે દરબારગઢ , ગૌશાળા , સહિતના આન્ય સ્થળોની મુલાકાત લેશે . આ પ્રસંગે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવશે તેમાં કુંડળધામના પ્રણેતા પૂજ્ય સદગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે . મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત સાથે તેઓશ્રીનું કુંડળધામની અનોખી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here