સીપીઓમાં નરમાઈનો માહોલઃ કપાસ , કોટન , મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ પ્રથમસત્રમાં રૂ . ૧૩,૫૯૦.૬૩ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદાઓ , બુલડેક્સ ફયુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમસત્રમાં એમસીએ કસ પર ૨ , ૧૩ , ૬૫૧ સોદામાં રૂ . ૧૩,૫૯.૬૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું . કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ .૪૨૪ અને ચાંદીનો વાયદો રૂ .૧,૦૫૦ ઘટ્યો હતો . તમામબિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી . એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું . કૃષિ કોમોડિટીઝમાં કપાસ , કોટન અને મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારા સામે ક્રૂડ પામતેલ ( સીપીઓ ) ના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો .

દરમિયાન , બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૦૩૮ ખૂલી , ઊપરમાં ૧૬,૦૩૮ અને નીચામાં ૧૫,૯૨૦ બોલાઈ , પ્રથમસત્રનાં અંતે ૧૪૬ પોઈન્ટ ઘટી ૧૫,૯૪૩ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો . બુલડેક્સ ફયુચર્સમાં ૧,૦૫૮ સોદાઓમાં કુલ રૂ .૧૧૦.૬૫ કરોડનાં ૧,૩૮૪ લોટ્સના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૫૫૭ લોટ્સના સ્તરે રહ્યો હતો . ઓપ્શન્સ ઈન ગૂસમાં પ્રથમ સત્ર સુધીમાં રૂ .૬.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં .

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૭૬૩૮ સોદાઓમાં રૂ . ૭૦૨૬.૮૮ કરોડનાં કામકાજ થયાં હતાં . સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ . ૫૧૧૬૫ ખૂલી , ઊપરમાં રૂ . ૫૧૨૩૧ અને નીચામાં રૂ . ૫૦૮૭૨ ના મથાળે અથડાઈ પ્રથમસત્રનાં અંતે રૂ . ૪૨૪ ઘટીને રૂ . ૫૦૯૨૯ બંધ રહ્યો હતો . ગોલ્ડ – ગિની સપ્ટેમ્બર કોન્ટેક્ટ પ્રથમસત્રનાં અંતે રૂ . ૨૦૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ . ૪૧૪૧૫ અને ગોલ્ડ – પેટલ સપ્ટેમ્બર કોન્ટેક્ટ પ્રથમસત્રનાં અંતે રૂ . ૩૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ . ૫૧૮૨ થયા હતા , જ્યારે સોનું – મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ . ૪૦૯ ઘટીને બંધમાં રૂ . ૫૧૦૨૪ ના ભાવ રહ્યાહતા . ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટેક્ટ કિલોદીઠ રૂ . ૬૮૦૫૬ ખૂલી , ઊપરમાં રૂ . ૬૮૧૮૬ અને નીચામાં રૂ . ૬૭૨૮૮ ના સ્તરને સ્પર્શી પ્રથમસત્રનાં અંતે રૂ .૧૦૫૦ ઘટીને રૂ . ૬૭૪૪૪ બંધ રહ્યો હતો . ચાંદી – મિની નવેમ્બર રૂ . ૯૯૧ ઘટીને રૂ . ૬૭૪૫૫ અને ચાંદી – માઈક્રો નવેમ્બર રૂ .૯૬૪ ઘટીને રૂ . ૬૭૪૫૭ બંધ રહ્યા હતા .

એનર્જી સેગમેન્ટમાં કુલ ૮૦૫૭૩ સોદાઓમાં રૂ . ૩૦૭૯.૫૭ કરોડનો ધંધો થયો હતો . ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટેક્ટ બેરલદીઠ રૂ . ૨૬૯૮ ખૂલી , ઊપરમાં રૂ . ૨૭૬૯ અને નીચામાં રૂ . ૨૬૭૫ બોલાઈ પ્રથમસત્રનાં અંતે રૂ . ૩૩ વધીને રૂ . ૨૭૩૮ બંધ રહ્યો હતો .

કૃષિ કોમોડિટીઝમાં ૧૦૧૦ સોદાઓમાં કુલ રૂ . ૧૧૦.૭૪ કરોડનાં કામકાજ થયાં હતાં . કોટન ઓક્ટોબર વાયદો ગાંસડી દીઠ રૂ . ૧૭૪૬૦ ખૂલી , ઊપરમાં રૂ . ૧૭૫૨૦ અને નીચામાં રૂ . ૧૭૪૪૦ સુધી જઈ પ્રથમસત્રનાં અંતે રૂ . ૩૦ વધીને રૂ . ૧૭૫૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો . સીપીઓ સપ્ટેમ્બર કોન્ટેક્ટ ૧૦ કિલોદીઠ રૂ . ૭૬૬.૪ ખૂલી , પ્રથમસત્રનાં અંતે રૂ . ૨.૯ ઘટીને બંધમાં રૂ . ૭૬ ૨.૫ ના ભાવ હતા , જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ . ૯૪૭.૨ ખૂલી , ઊપરમાં રૂ . ૫૬.૩ અને નીચામાં રૂ . ૯૪૬ રહી , અંતે રૂ . ૯૫૩.૨ બંધ રહ્યો હતો . કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ . ૧૦૧૦.૫ ખૂલી , ઊપરમાં રૂ . ૧૦૧૪ અને નીચામાં રૂ . ૧૦૧૦.૫ સુધી જઈ પ્રથમસત્રનાં અંતે રૂ . ૧.૫૦ વધીને રૂ . ૧૦૧૩ ના સ્તરે બંધ રહ્યો હતો .

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમસત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૦૫૯ સોદાઓમાં કુલ રૂ . ૩૭૮૯.૧૭ કરોડ ની કીમતનાં ૭૪૧૩.૬૨૬ કિલો , ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૬૫૭૯ સોદાઓમાં કુલ રૂ . ૩૨૩૭.૭૧ કરોડ ની કીમતનાં ૪૭૭.૬૬ ૨ ટન , ફૂડ તેલમાં ૨૯૮૭૫ સોદાઓમાં રૂ . ૧૨૩૫.૬૧ કરોડનાં ૪૫૨૭૧૦૦ બેરલ્સ , કોટનમાં ૪૦ સોદાઓમાં રૂ . ૧.૭૯ કરોડનાં ૧૦૨૫ ગાંસડી , સીપીઓમાં ૯૧૭ સોદાઓમાં રૂ . ૧૦૪.૦૪ કરોડનાં ૧૩૬૨૦ ટન , મેન્થા તેલમાં ૩૯ સોદાઓમાં રૂ . ૪.૬૩ કરોડનાં ૪૮.૬ ટન , કપાસમાં ૧૪ સોદાઓમાં રૂ . ૨૮.૩૫ લાખનાં પ ૬ ટનના વેપાર થયા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here